Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ગાંધીનગર શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર ડમ્પરની હડફેટે ટેમ્પો પલ્ટી જતા ચાલક સહીત મિત્રો દટાયા:ચાલકનું ગંભીર ઇજાથી મૃત્યુ

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર ગઈકાલે છાલા પાસે ડમ્પરની અડફેટે ટેમ્પો પલટી ગયો હતો અને તેમાં સવાર ચાલક અને તેનો મિત્ર દબાઈ ગયા હતા. જેમાં ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

ગાંધીનગર શહેર નજીક હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની છે. પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામનો યુવાન મેહુલસિંહ બાદરસિંહ મકવાણા તેના મિત્ર રાકેશસિંહ સુરેશસિંહ મકવાણા સાથે ગઈકાલે સાંજે ગોતાથી તેના ટેમ્પોમાં ટાઈલ્સ ભરીને હિંમતનગર તરફ જઈ રહયા હતા તે દરમ્યાન છાલા પાસે પુરઝડપે જતાં ડમ્પરે પાછળથી તેમના ટેમ્પોને અડફેટે લીધો હતો. જેના પગલે પાછળના ભાગે બેઠેલો રાકેશ નીચે ફેંકાઈ ગયો હતો જયારે મેહુલસિંહ ગાડી નીચે દબાયો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તે સ્થળ ઉપર પહોંચી હતી. જયાં મેહુલને મૃત જાહેર કરાયો હતો. 

(6:05 pm IST)