Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રણથંભોર ટાઈગર રિઝર્વમાં ટી-73 નામની વાઘણે ત્રણ બાળકોને જન્મ આપ્યો

 

દેશનાં જાણીતા ટાઈગર રિઝર્વ્સમાંથી એક રણથંભોર ટાઈગર રિઝર્વમાં ટી-73 નામની વાઘણે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.

  એક ન્યૂઝ એજન્સીએ ફોટા રજૂ કર્યા છે.જેમાં નાનકડા વાઘનાં બચ્ચાઓ માતા સાથે દેખાઈ રહ્યા છે અને માતા વાઘ સાથે મસ્તી કરી રહ્યા છે. એક ફોટામાં ગરમીથી બચવા માટે માતા વાઘ સાથે પાણીમાં આરામ કરતાં દેખાઈ રહ્યા છે.તો અન્ય ફોટામાં ત્રણેય બાળકો માતા વાઘ સાથે પાણીમાં બેઠેલાં દેખાઈ રહ્યા છે તો બીજા ફોટામાં વાઘનાં બચ્ચાઓ માતા સાથે જંગલમાં ફરી રહેલાં દેખાઈ રહ્યા છે.

 રણથંભોર વાઘને તેના નેચરલ હેબિટેટમાં જોવા માટેની જગ્યાઓમાંથી એક છે. વાઘની બસ એક ઝલક મેળવવા માટે દર વર્ષે અહીં લાખો ટુરિસ્ટો આવે છે. ટાઈગર સિવાય અહીંયા ચિત્તા, ભાલુ સહિત અન્ય પ્રજાતીઓનાં પશુ-પક્ષીઓ જોવા મળે છે

(10:43 pm IST)
  • વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો ઝટકો : ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર: દ્રે રસેલની જગ્યાએ ટીમમાં બેટ્સમેન સુનિલ એમબ્રીસની એન્ટ્રી access_time 11:46 am IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • જૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST