Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કેપીઆર એગ્રોકેમનો IPO ૨૮મીએ ખુલશે

ઇશ્યુની પ્રાઈસ બેન્ડ ૫૯-૬૧ કરાઈ

અમદાવાદ,તા.૨૫ : આન્ધ્ર પ્રદેશ સ્થિત કે.પી.આર. એગ્રોકેમ લિમીટેડનું પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ) ૨૮ જૂન, ૨૦૧૯ના શુક્રવારે ખુલી રહ્યો છે. આ આઈપીઓમાં રૂ. ૧૦ની મૂળ કિંમતના રૂ. ૨૧૦ કરોડના નવા શેર અને રૂ. ૧૦ કિંમતના ૧.૨૦ કરોડ ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ છે, જેનો પ્રાઈઝ બેન્ડ ૫૯- ૬૧ નક્કી કરાયો છે. આમાં ક્યુઆઈબી કેટેગરી માટે ૨૫ ટકા સુધી, બિન સંસ્થાકીય રોકાણકારો માટે ૩૫ ટકાથી વધુ અને રિટેલ રોકાણકારો માટે ૪૦ ટકાથી વધુ રહેશે. આઈપીઓમાં માન્ય કર્મચારીની શ્રેણી માટે ૪૩૦૦૦૦ ઈક્વિટી શેર્સ અનામત રખાયા છે. રિટેલ અને માન્ય કર્મચારીની શ્રેણી માટે આઈપીઓમાંના શેર દીઠ રૂ. ૩ ના ડિસ્કાઉન્ટની ઓફર છે. આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર પ્રભુદાસ લીલાધર ગ્રુપની કંપની પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઈવેટ લિમીટેડ છે. આઈપીઓ બંધ થવાની તારીખ ૦૨ જુલાઈ, ૨૦૧૯ છે. કંપનીના ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ ઉપર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે એમ અત્રે કેપીઆર એગ્રોકેમ લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર કે.રાજશેખર રેડ્ડીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કે.પી.આર. એગ્રોકેમ લિમીટેડ એક એગ્રી-ઈનપુટ કંપની છે, જે પાકની ઉપજ વધારતાં અને તેનું રક્ષણ કરતાં વિવિધ શ્રેણીના ઉત્પાદનોનું મેન્યુફેક્ચરીંગ, વિતરણ અને રિટેલ વેચાણ કરે છે. કેપીઆર એગ્રોકેમ લિમીટેડની પ્રોડક્ટ શ્રૃંખલામાં કૃષિ ક્ષેત્રની મૂલ્ય વર્ધક પ્રોડક્ટ્સનો સમાવેશ છે, તરીકે બિયારણથી લઈને તૈયાર પાકને પોષણ આપતા, પાકનું રક્ષણ કરતાં પ્રોડક્ટ્સ અને પશુ આહાર માટેના પૂરક ઉત્પાદનોનો સમાવેશ છે. વધુમાં, કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સમાંની એક સલ્ફ્યુરિક એસિડનો પૂરવઠો જાળવી રાખવા કંપનીએ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પણ ઝંપલાવ્યું છે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન ઉપરાંત કે.પી.આર. એગ્રોકેમ લિમીટેડ લાબસા અને ઓલિયમ જેવા સલ્ફ્યુરિક એસિડ આધારિત રસાયણો પણ બનાવે છે. આ રસાયણોનો વ્યાપક ઉપયોગ એગ્રોકેમિકલ્સ, પશુ આહાર માટેના સપ્લીમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સિન્થેટીક ડિટર્જન્ટ્સ વગેરે ઉદ્યોગોમાં થાય છે. મોટા ભાગનું વેચાણ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સથી છે. પ્રોડક્ટ્સના સમયસર પૂરવઠા જાળવણી અને ઉપલબ્ધિ માટે અને અંતિમ છેવાડાના ખેડૂતો સુધી સંપર્ક જાળવી રાખવા માટે કે.પી.આર. એગ્રોકેમ લિમીટેડે ભારતમાં ૧૧ સ્થળે પોતાના ડેપો સ્થાપ્યા છે

(9:23 pm IST)