Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભારતીય ફુડ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બનાવવા નિર્ધાર

ચારકોલ ઈટ્સનો ગુજરાતમાં પ્રવેશ

અમદાવાદ,તા.૨૫  : ભારતીય ફુડ આઇટમો હવે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બનાવવા અને દુનિયાભરમાં ભારતીય ફુડની કિંમત સમજાવવા હવે ચારકોલ ઇટ્સ દ્વારા મક્કમ નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે તે ભારતીય માર્કેટમાં સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ખાસ કરીને માર્ચ-૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં નવા ૨૫ અને ભારતમાં ૨૫૦ જેટલા આઉટલેટ્સ ખોલવાનું આયોજન ચારકોલ ઇટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય વાનગીઓ માટે ઝડપથી વધતાં સ્થાનો, ચારકોલ ઈટ્સે આજે ગુજરાતમાં પ્રવેશની જાહેરાત કરી હતી અને આ સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં ચારકોલ ઇટ્સના પાંચ આઉટલેટ્સનો પ્રારંભ થયો હતો. જેમાં એક જોધપુર, સેટેલાઇટ, ડ્રાઇવઇન, મોટેરા અને એક ઇન્ફોસીટી ગાંધીનગર એમ કુલ પાંચ આઉટલેટ્સનો પ્રારંભ કરાયો હતો. આમ, અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને ચારકોલ ઇટ્સની બહુ હાઇજેનીક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ માણવાનો અવસર પ્રાપ્ય બન્યો છે એમ અત્રે ચારકોલ ઇટ્સના કો-ફાઉન્ડર મહંમદ ભોલ, ક્રાફટ હોસ્પિટાલિટીના પાર્ટનર દેવર્ષિ પટેલ અને મયંક ગૌતમે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હજુ પણ અમદાવાદ શહેરમાં આગામી દસ દિવસમાં સાઉથ બોપલમાં પણ ચારકોલ ઇટ્સનો નવુ આઉટલેટ્સ પણ ખોલવાનું આયોજન ચાલી રહ્યું છે. આમ, અમદાવાદ શહેરમાં ચારકોલ ઇટ્સ દ્વારા તેના છ આઉટલેટ્સ મારફતે દરેક અમદાવાદીઓ માટે સ્વાદિષ્ટ આધુનિક ભારતીય સ્વાદની સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે કટિબધ્ધ છે. આ નવી શરૂઆત સાથે, ચારકોલ ઈટ્સના હવે ભારતના ૧૫ શહેરોમાં ૫૦ આઉટલેટ છે. કંપનીની યોજના આવનાર ૧૨ મહિનામાં ૨૦ શહેરોના ૩૦૦ ઓન- ધ- ગો આઉટલેટ્સમાં પોતાની ઉપસ્થિતિ દાખલ કરાવવાની છે. આ પ્રસંગે ચારકોલ ઈટ્સના સહ- સંસ્થાપક તથા સીપીઓ મોહંમદ ભોલએ જણાવ્યું કે, આ અમારા માટે એક સમયમાં એક શહેર, દેશભરમાં અમારા આધુનિક ભારતીય સ્વાદ લાવવા માટે એક રોમાંચક યાત્રા રહી છે. અમે ગુજરાત માટે એક મહત્વપૂર્ણ વ્યવસાય અને વાણિજ્યક ડેસ્ટિનેશન અમદાવાદ, પોતાની શરૂઆત સાથે રોમાંચિત છીએ. શહેર પોતાની સમૃદ્ધ અને જીવંત ખાદ્ય સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે અને અમે શહેરભરમાં અમદાવાદવાસીઓ માટે અમારા યુનિક મેનૂની સેવા આપવા માટે ઉત્સાહિત છીએ.

(9:23 pm IST)