Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સુરતના ભટાર રોડ પર કારખાનામાં આગ ભભૂકી બાજુમાં ચાલતી શાળાના બાળકોને રેસ્ક્યુ કરાયા

પાંચ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા :શાળાના તમામ બાળકોનો આબાદ બચાવ

સુરતના ભટાર રોડ પર બેનર અને પ્લાસ્ટિકની થેલી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી હતી આગ લાગ્યાની જાણ કરાતા 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

    એક શાળા ઉપર ધમધમતી હોવાથી બાળકોના જીવ જોખમે મુકાયા હતા. આ ઘટના બનતાં શાળાના બાળકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને બચાવ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી. અહીં આવેલી જ્ઞાન ગંગા શાળાને સીલ કરવામાં આવી હતી. શહેરમાં દુકાનદારો દ્વારા બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ સમયે શાળામાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. જેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

(9:02 pm IST)