Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

48 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી :રાજ્યમાં પાંચ દિવસ સુધી મેઘરાજા હેત વરસાવશે

પવનની ઝડપ વધારે હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના

અમદાવાદ : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ તરફથી આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ પવનની ઝડપ વધારે હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

(7:48 pm IST)