Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

નડિયાદ જીઆઈડીસીમાં ફેકટરીમાં સુવેજ પંપની મોટરોમાંથી 90 હજારના કેબલની ચોરીથી અરેરાટી

નડિયાદ: જીઆઈડીસી માં આવેલ એક ફેક્ટરીમાંથી ગત શુક્રવારના રોજ સુવેજ પંપની ત્રણ મોટરોમાથી કુલ ૧૨૦ મીટર કોપર કેબલ કિંમત રૂ.૯૦,૦૦૦ ની ચોરી થઈ હતી. જે બાબતે ફેક્ટરીના માલિકે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે સીસીટીવી ફુટેજને આધારે ફેક્ટરીમાં ચોરી કરનાર અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ નડિયાદની જીઆઈડીસીમાં પટેલ કંટ્રોલ પેનલ નામની એક ફેક્ટરી આવેલી છે. ફેક્ટરીમાં મોટર રિપેરીંગ, કેબલ ટ્રેડીંગ ઈલેક્ટ્રીકલ પેનલ બનાવવાની, રીપેરીંગ કરવાની તેમજ વેચવાની કામગીરી કરવામાં આવે છે

(5:17 pm IST)