Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વિદ્યાનગરમાં બાઈક પાર્ક કરવા બાબતે બે શખ્સો બાખડ્યા: સામસામે હુમલામાં એકને ઇજા

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરના નાના બજાર સ્થિત બાજખેડાવાળા કોમ્પ્લેક્ષમાં કૃણાલભાઈ ભરતભાઈ ગજ્જરની દુકાન આવેલી છે. આ દુકાન આગળ ગત ૨૨મી તારીખના રોજ રાત્રીના સવા આઠેક વાગ્યાના સુમારે મિહિરભાઈ દવેએ બાઈક પાર્ક કર્યું હતુ. જેથી કૃણાલભાઈએ અહીંયા બાઈક કેમ પાર્ક કર્યું તેમ કહેતા જ મિહિરભાઈ અને નીરવભાઈ કલરીયાએ ગમે તેવી ગાળો બોલીને પહેલા તો ગડદાપાટુનો માર માર્યો હતો. 

ત્યારબાદ મીહિરભાઈએ પોતાની પાસેની લોખંડની પાઈપ કૃણાલભાઈને માથામાં મારી દેતાં તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ અન્ય દુકાનદારોએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યો હતો. જતાં જતાં બન્નેએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

 

(5:16 pm IST)