Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભેટાસીમાંથી ૫૪૮૦૦નો વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ ઝડપાયા

આંકલાવ: પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ભેટાસીના માંડવાપુરા ખાતે વોચ ગોઠવીને ૫૪૮૦૦નો વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને કુલ .૫૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને પકડાયેલા ત્રણેયના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન વિદેશી દારૂની હેરાફેરીની વધુ વિગતો ખુલવા પામે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આંકલાવ પોલીસને હકિકત મળી હતી કે, ભેટાસીના માંડવાપુરા ખાતે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક ક્વીડ કાર નંબર જીજે-૦૯, બીડી-૨૯૭૨ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં અંદરથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે કારની ડીકી ખોલીને જોતાં અંદર વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. જેની ગણતરી કરતાં કુલ ૧૩૭ નંગ થઈ હતી જેની કિંમત ૫૪૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે

(5:15 pm IST)