Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મહીસાગર જિલ્લાના નશાની હાલતમાં કાર ચલાવતા ચાર મિત્રોની મોડી રાત્રે બાપોદ પોલીસે ઝડપ્યા

મહિસાગર: જિલ્લાના સરકારી વકીલની સર્વિસમાંમૂકેલી કાર લઈને બર્થડે પાર્ટી ઊજવી દારૃનો નશો કરીને આવતાં સર્વિસ સ્ટેશનના  કારીગર સહિત ચાર વ્યક્તિઓને બાપોદ પોલીસે મોડી  રાત્રે ઝડપી પાડયા હતા.

અંગેની વિગત એવી છે કે બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફના મામસો ગત રાત્રે આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે   વાહન ચેકીંગની કામગીરીમાં હતા. તે દરમિયાન એક  કાર પૂરઝડપે આવતાં પોલીસે કાર અટકાવી હતી. પોલીસે તપાસ કરતા કાર ચાલક કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ (રહે. વ્રજવેણુ રેસીડેન્સી ડભોઈ વાઘોડીયા રીંગ રોડ) દારૃના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતુ.   તતા તેની સાથે કારમાં બેસેલા તેના મિત્રો . ઉમેશ રતિલાલ વાઘેલા (રહે.મુખ્યમંત્રી આવાસ યોજના, ગોત્રી) () દક્ષેશ વાડીલાલ પટેલ (રહે. દિવ્ય કૃપા કોમ્પલેક્ષ, પરિવાર  ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ. દિપકકુમાર છગનભાઈ પરમાર (રહે. અમરનગર નવાયાર્ડ છાણીરોડ) પણ દારૃના નશામાં  હતા.પોલીસે ચારેય સામે અલગ અલગ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમિયાન ેએવી વિગતો મળી છે કે ચારેય મિત્રો બર્થડે પાર્ટીમાં દારૃ પીને આવ્યા હતા. અને જે કાર તેમની પાસે હતી. તે કાર મહિસાગર જિલ્લાના સરકારી વકીલની હતી. જે કાર સર્વિસ માટે મૂકવામાં આવી હતી.

(5:12 pm IST)