Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમદાવાદમાં પોલીસે નિર્દોષ યુવકને ઢોરમાર મારનાર બે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં દારૃબંધી પોલીસ માટે તોડ કરવાનું સાધન બની ગયું છે. રાત્રે વાહન ચેકિંગના બહાને નિર્દોષ લોકોને દમ મારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને રૃપિયા પડાવવાનો પ્રયાસ કરતો હોય છે, પરંતુ કોઇ વ્યકિત પોલીસ સામે અવાજ ઉઠાવે તો પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવતો હોય છે, એરપોર્ટ વિસ્તારમાં ગઇકાલે રાત્રે યુવકને દારૃ પીધેલો હોવાનું કહીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો એટલું નહી કેસ કર્યો વિના માર મારીને છોડી મૂક્યો હતો. જો કે યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

નોબલનગરમાં રહેતા અને ધોબી કામ કરતા નરેશભાઇ ગઇકાલે રાત્રે ઇસ્ત્રીના કપડાં આપીને બાઇક લઇને ઘરે જતા હતા સમયે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેશભાઇ અને દેવુંસિંહ નામના બે કોન્સ્ટેબલે પેટ્રોલીગ કરી રહ્યા હતા તેઓએ યુવકને રોકીને પૂછપરછ કરી હતી અને દારૃ પીને આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવકે પોતે કપડાં આપીને આવતો હોવાનું રજુઆત કરવા છતાં તપાસના કામે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

(5:11 pm IST)