Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ : અમદાવાદ સહીત રાજ્યમાં 77 તાલુકામાં વરસાદ

ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ સાર્વત્રિક વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘો મંડાયો

અમદાવાદ :રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો એની આજે વહેલી સવારે અમદાવાદમાં ગાજવીજ વરસાદ થયો હતો અમદાવાદ સહીત રાજ્યના 77 તાલુકમાં વરસાદ વરસ્યો છે

   અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તામાં વરસાદી છાંટા પણ પડ્યા છે. કાળાડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલુ હતું વહેલી સવારે વેજલુપર, શ્યામલ, શિવરંજની, પ્રહલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા.હતા જયારે બહેરામપુરા, શાહઆલમ અને મણિનગરમાં પણ વરસાદ વરસ્યો.હતો

   છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 26 જિલ્લા અને 77 તાલુકામાં વરસાદ પડ્યો હતો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.16 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યના 26 જિલ્લા અને 77 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. 77માંથી 22 તાલુકાઓમાં 25થી 102 મી.મી., જ્યારે 27 તાલુકામાં 10થી 24 મી.મી. વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં નાંધાયો છે. પાવી-જેતપુરમાં 102 મી.મી. વરસાદ પડ્યો છે.

   ઉત્તર  ગુજરાતમાં પાટણ જિલ્લાના વાતાવરણમાં સવારથીજ આવતા વરસાદ પડ્યો છે. પાટણ ઉપરાંત ચાણસ્મા તેમજ સિદ્ધપુરમાં પણ ધીમીધારે વરસાદ નું આગમન થયુ છે. વરસાદ વરસતા વાતાવરણ માં ઠડક પ્રસરી. ત્યારે જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ ન થતા ધરતી પુત્રોમાં ચિંતા વ્યાપી છે.

   આણંદમા વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી હતી. વલ્લભ વીદ્યાનગરમાં ઘણી જગ્યાએ ઝાડની ડાળીઓ પડી ગઈ હતી. સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આણંદ વિદ્યાનગર, કરમસદ, બાંકરોલ મોગરી સંદેસર જેવા આજુ બાજુના તમામ ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

 ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે

 અરવલ્લીના મોડાસામાં વહેલી પરોઢે વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ પડતા શહેરમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો. મોડાસા બાદ મેઘરજ અને માલપુરમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે. ત્યારે મેઘરજમાં 13 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

 મહિસાગરમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મહિસાગરના લુણાવાડા, લીબડીયા, ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કડાણા, લુણાવાડા, સંતરામપુર, વીરપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે,

 ડભોઇ શહેર અને તાલુકામાં મોડીરાતે ધોધમાર વરસાદનું આગમન થયું. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વાહનચાલકોને સવારે પણ લાઈટ ચાલુ રાખી પસાર થવું પડ્યું. ત્યારે સીઝનના પહેલા વરસાદથી ખેડૂતો આનંદની લાગણી છવાઈ છે.

 વડોદરામાં પણ ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થયુ છે. વહેલી સવારે વાતારવણમાં આવેલા પલટા બાદ શહેરમાં વરસાદ પડ્યો. વરસાદ પડતાની સાથે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે સિઝનનો પહેલો સારો એવો ધોધમાર વરસાદ ચાલુ ઠંડીનું મોજુ પ્રસરી ગયુ છે

બનાસકાંઠાના ડીસામાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. તો વાવણીલાયક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી.

સમગ્ર બનાસકાંઠા પથકમાં આજ સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના લાખણી, દિયોદર, ભાભર, થરાદ અને ધાનેરામાં ઝરમર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે…વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

 દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચુક્યુ છે. ત્યારે તાપીમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. તાપીના વલોડ, વ્યારા, સોનગઢ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લાના બારડોલીમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં પોણા ત્રણ ઈંચ, ઓલપાડમાં દોઢ અને પલસાણામાં 16 મીમી વરસાદ નોંધાયો છે.

 વિરમગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓએ છત્રીનો સહારો લવો પડ્યો.

ભરૂચમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વહેરી સવારે શહેરમાં ધીમીધારે વરસાડ પડ્યો.. વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાયુ. ત્યારે વરસાદના આગમનના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

(1:54 pm IST)