Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે રાજયસભાના ઉમેદવારો ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર

ગાંધીનગરઃ કેન્દ્રીયમંત્રી અને ભાજપાના રાજ્યસભાના ઉમેદવારશ્રી ડો.એસ જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર શ્રી જુગલજી ઠાકોરે આજરોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ તથા કેબિનેટમંત્રીશ્રીઓ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(12:29 pm IST)