Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સુરતની જાણીતી હીરા કંપનીના ત્રણ હજાર કરોડના હીરા જપ્ત

મુંબઈ કસ્ટમ વિભાગે સંચાલકોને લપેટમાં લીધા : દેશ વિદેશમાં 12 થી વધુ ઓફિસ ધરવા ઉધોગકારના 25 પાર્સલો અટકવાયા

મુંબઈના કસ્ટમ વિભાગે સુરતની જાણીતી હીરા કંપનીના ત્રણ હજાર કરોડના હીરા જપ્ત કર્યા. છે કસ્મટમ વિભાગે સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોને પણ લપેટામાં લીધા છે.

   મળતી વિગત મુજબ રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમના ધ્યાને આવ્યુ હતુ જે બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જેના આધારે મુંબઇની એરપોર્ટ સ્પેશ્યલ કાર્ગો કમિશનર એકટની ટીમ દ્વારા મુંબઇ અને સુરતની 12 કંપનીઓને નોટીસ પાઠવી છે.

  રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન કરીને પોતાની વિદેશ સ્થિત કંપનીમાંથી અહીં ઈમ્પોર્ટ કરાયું હોવાની જાણ કમિશનર ઓફ મુંબઇની ટીમને થતાં 7.50 યુએસ મિલિયન ડોલરના રફ ડાયમંડ ભરેલા બે કન્સાઇનમેન્ટ ડિટેઇન કર્યા હતા.

  ડાયમંડના વેલ્યુએશનને લઈને સ્પષ્ટતાં નહીં કરી શકતાં થોડા દિવસો અગાઉ સ્પેશ્યલ કાર્ગો કમિશનરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી એપીએસસી અંદર સેકશન 110 કસ્ટમ એકટ 1962 મુજબ કાર્યવાહી શરુ કરી.

મુંબઇ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ દેશ-વિદેશમાં જેની હીરા કારોબારની 12થી વધુ ઓફિસો છે, તેવા હીરા ઉદ્યોગકારને 25 પાર્સલો સાથે અટકાવી પુછપરછ કરાઇ હતી.આયાત કરેલા એક પાર્સલમાં પકડાયેલા હીરાની સરખામણીએ કાગળ પર મુલ્ય વધુ દર્શાવાયું હતું.

(12:14 pm IST)