Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભગવાન જગન્નાથજીના રજવાડી વાઘા તૈયારઃ પાંચ દિવસના અલગ અલગ વાઘાનો શણગાર

વાઘામાં સિલ્ક, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ : પાઘડીમાં વેસ્ટર્ન લુક અને ફુમતા આભલી જડાશે

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે અષાઢી બીજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ચર્યાએ નિકળવાના છે. ત્યારે આ વર્ષે ભગવાનન રજવાડીમાં વેશમાં જોવા મળશે..

વર્ષોથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરનારા સુનિલ ભાઈએ આ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. અને હવે વાઘાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વર્ષે પણ ભગવાનના પાંચ દિવસના અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે

જગન્નાથજીના વાદ્યામાં સીલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે ભગવાનની પાઘડીમાં વિવિધતા જોવા મળશે..જેમાં વેસ્ટર્ન લુક અને, ફુમતા આભલા જડવામાં આવશે.

(11:51 am IST)