Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

આ તસ્વીર નિહાળી તમે જ્યાં-ત્યાં પાણીપુરી ખાવા ઉભા રહેશો ?

જો તમે પાણીપુરી ખાવાના શોખિન હો કે ચટાકેદાર પાણીપુરી ખાવાનું મન થતું હોય તો તમારે આ તસ્વીર નિહાળીને તમારા શોખ ઉપર કાબુ રાખવો પડશે. આ તસ્વીર અમદાવાદની છે, જ્યાં ઘાટલોડીયા વિસ્તારના કે.કે. નગરના અર્જુન ફલેટની લક્ષ્મી પાણીપુરી સેન્ટર ખાતે કોરી પાણી પુરીનો જથ્થો અરેરાટી મચાવી દયે તેવી સ્થિતિમાં મળી આવ્યો હતો.. એ વિસ્તારમાં આ પાણીપુરી સેન્ટર પ્રખ્યાત છે જ્યાં આનો જથ્થો શૌચાલયમાં અને તેની પાસે મુકાયેલો માલુમ પડયો હતો. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં પણ ફરી રહ્યો છે. વિડીયો વાયરલ થતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને ત્યાં તોડફોડ કરી હતી. જે પછી મ્યુ. તંત્ર અને પોલીસ તંત્ર દોડતુ થયું હતું જે પછી આ પાણીપુરી સેન્ટરને સીલ કરી દેવાયુ હતુ. લોકોના આરોગ્ય સાથે રમત રમનારાને આકરો દંડ અને સજા થવી જોઈએ તેવુ સ્થાનિકોનું કહેવું હતું.

(11:50 am IST)