Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

લ્યો બોલો:પ્રિમોન્સુન કામગીરી નિષ્ફ્ળના આક્ષેપ વચ્ચે અમદાવાદ મેયરે કહ્યું પાણી તો વિદેશોમાં પણ ભરાય છે !!

વરસાદના કારણે અનેક જગ્યાએ રોડમાં ગાબડાં પડ્યા ;કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદના શહેરમાં પાણી ભરવાની સમસ્યા અને રોડ રસ્તામાં ગાબડાં પ્રશ્ને વિપક્ષે આકરા પ્રહરો કર્યા હતા અમદાવાદમાં પ્રિમોન્સુન કામગીરી સદંતર નિષ્ફળ ગઇ હોવાના વિપક્ષના આક્ષેપો વચ્ચે  મેયર કહે છે કે પાણી તો વિદેશોમાં પણ ભરાય છે. તંત્ર દ્વારા પાણી ભરાયા પછી તેને દૂર કરવાની કામગીરી કરાઇ છે

વરસાદને કારણે અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ રોડમાં ગાબડાં પડ્યા હતા રવિવાર રાતે વરસાદ પડવાને કારણે મણિનગર ગત વર્ષે પણ ગાબડાં પડ્યા હતા ત્યાંજ ગાબડું પડ્યું હતું જયારે  દાણીલીમડા ચાર રસ્તા પાસે મોટો ખાડો પડ્યો છે. થોડા દિવસ પહેલા અહીં નાનો ખાડો પડ્યો હતો. તે રવિવાર રાતના વરસાદમાં વિશાળ ખાડો થઈ ગયો હોવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે

(9:49 pm IST)