Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગુજરાતમાં હવે સરકારી શાળાના શિક્ષકોએ પરીક્ષા આપવી પડશે

શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શિક્ષકોની પરીક્ષા લેવા નિર્ણંય

અમદાવાદ : વર્ષથી સરકારી શાળાના શિક્ષકોએ પણ વાર્ષિક પરીક્ષા આપવી પડશે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આવેલી 36,000 સરકારી શાળાઓના શિક્ષકોની નબળાઈ અને સામર્થ્ય ઓળખીને રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનું લક્ષ્ય છે. શિક્ષકોની આવડતની ચકાસણી માટે પરીક્ષા લેવાશે કોઈ ગ્રેડ આપવામાં નહીં આવે. ખાનગી શાળાના શિક્ષકોની પરીક્ષા નહીં લેવાય.

(10:29 pm IST)