Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રાજયભરમાં અનરાધાર વરસાદ વલસાડમાં ૧ર કલાકમાં ૧૦ ઇંચ ખાબકયો

(જીતેન્‍દ્ર રૂપારેલયા દ્વારા) વાપી : આજે સવારથી મેઘરાજા રાજયભરમાં અવિરતપણે હેત વરસાવી રહ્યા છે રાજયના વિવિધ વિસ્‍તારોમાં આજે સવારે ૮-૦૦ વાગ્‍યાથી લઇ રાત્રીના ૮-૦૦ સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડા આ મુજબ છે.

વલસાડ જિલ્‍લાના તાલુકાઓમાં વલસાડ ર૪૩ મીમી. ખારડી ર૧પ મીમી, ઉંમરગામ ર૦૬ મીમી, વાપી ૧૯૮ મીમી, ધરમપુર ૧૩૦ મીમી, કપરાળા ૧ર૪ મીમી, વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્‍લાના તાલુકાઓમાં ચીખલી ૧પ૧ મીમી, સખેરગામ ૧૩૪ મીમી, ગણદેવી પ૭ મીમી વરસાદ નોંધાયો છે. જયારે ડાંગ જિલ્‍લામાં વધઇ ૧૪૯ મીમી, આહુવા પપ મીમી વરસાદ નોંધાયો છે.

જયારે સુરત જિ.ના તાલુકાઓમાં માંગરોળ ૧૭૪ મીમી, ઉંમરપાડા ૧પ૬ મીમી, માંગરોળ, ૧૭૪ મીમી, ઉંમરપાડા ૧પ૬ મીમી, કામરેજ, ૧૧૭ મીમી, મહુવા ૬૦ મીમી, માંડવી પ૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

તાપી જિલ્‍લાના તાલુકામાં ડોલવણ ૧૭૧ મીમી, વાલોર ૯૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

ભરૂચ જિલ્‍લાના તાલુકાઓમાં નેત્રંગ ૧૮૧ મીમી અને વાલીયા ૧૪૦ મીમી, અંકેલેશ્‍વર ૯૧ મીમી વરસાદ નોંધાયો છે.

અરવલ્‍લી જિલ્‍લાના તાલુકાઓમાં ગનસુરા ૧૩૮ મીમી, વડોદરા જિલ્‍લાના તાલુકાઓમાં વડોદરા ૧ર૦ મીમી, કરજણ ૮૩ મીમી અને વાઘોડીયા પ૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ લખાય છે ત્‍યારે મોટાભાગના વિસ્‍તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્‍ચે ઝરમરથી હળવો વરસાદ ચાલુ છે.

 

(10:13 pm IST)