Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના 12 જિલ્લા- શહેર કોંગ્રેસના પ્રમુખોની નિમણુંક કરી

રાજકોટમાં હિતેશ વોરા,ભાવનગરમાં પ્રવીણ રાઠોડ,અમદવાદમાં શશીકાંત પટેલની નિમણુંક

અમદાવાદ : અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણુંક કરી છે. કુલ 9 જિલ્લા તથા 3 શહેરોના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.જેમાં  ભાવનગર, આણંદ, ભરૂચ, ડાંગ, ખેડા, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, તાપી જિલ્લાના પ્રમુખોની નિમણુંક કરી દેવાઈ છે અમદાવાદ શહેર, નડિયાદ શહેર તથા વડોદરા શહેર પ્રમુખોની નિમણુંક કરી છે. 

જિલ્લા તથા શહેર પ્રમુખોની થયેલી નિમણુંક આ મુજબ છે
ભાવનગર - પ્રવીણ રાઠોડ 
આણંદ - વિનુભાઈ ઠાકોર 
ભરૂચ - પરિમલસિંહ રાણા 
ડાંગ - મોતીભાઈ ચૌધરી 
ખેડા - રાજેશ ઝાલા
રાજકોટ - હિતેશ વોરા 
છોટા ઉદેપુર - યશપાલસિંહ ઠાકોર 
પોરબંદર - નાથાભાઇ ઓડેદરા 
તાપી - ભીલભાઈ ગામીત 
અમદાવાદ શહેર - શશીકાંત પટેલ 
નડિયાદ શહેર - ચિરાગ બ્રહ્મભટ્ટ 
વડોદરા શહેર - પ્રશાંત પટેલ

(8:21 pm IST)