Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વડોદરામાં વરસાદની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી : નવી કોર્ટમાં પાણી ભરાયા

બફારાથી રાહત મળી છે. વરસાદના આગમનના પગલે એકબાજુ ઠડકભયું વાતાવરણ છવાઈ ગયું હતું. તો બીજીબાજુ શહેરની નવી કોર્ટ સહીત વિવિધ નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરા વાસીઓ છેલ્લા કેટલાય સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એમાંય છેલ્લા બે- ત્રણ દિવસથીઝરમર વરસાદને પગલે  અસહ્ય ગરમી અને ઉકળાટનું વાતાવરણ છવાઈ ગયું હતું.  જોકે આજે બપોરે ૧ વાગ્યાથી વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર પુનઃ એન્ટ્રી થતાંજ લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતું. ખાસ કરીને ચિત્ય વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારો પાસે પાણીભરાઈ જતાં લોકો પરેશાન થઇ ગયા હતા. વરસાદને પગલે શહેરની નવી બનેલી અદ્યતન કોર્ટમાં પણ ઠેર-ઠેર પાણી ભરી જતાં વકીલોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી કોર્ટરૂમમાં ભરાઈ  ગયા હતા, જેને બહાર કાઢવા માટે કર્મચારીઓને ભારે જેહમત ઉઠાવવી પડી હતી.

(7:45 pm IST)