Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વડોદરાના તાંદલજામાં ખેતરમાં ગંદકી કરવા બાબતે જૂથ અથડામણમાં યુવકની હત્યાનો પ્રયાસ થતા અરેરાટી

વડોદરા:શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ખેતરમાં ગંદકી કરવાના મુદ્દે એક જ કોમના બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષે સશસ્ત્ર ટોળાં દ્વારા કરાયેલા હુમલામાં એક યુવકી હત્યાનો પ્રયાસ કરાયો હતો જયારે અન્ય ત્રણ વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

શહેરના તાંદલજા વિસ્તારની રૃમાના સોસાયટીમાં રહેતા નાસીરભાઈ શૈાકતઅલી ખીલજીનું તાંદલજા નવીનગરી ખાતે ખેતર આવેલું છે. ગત બપોરે તેમના ખેતરમાં ખીચડી નાખી ગંદકી કરવાના મુદ્દે તેમની સાથે તાંદલજા નવીનગરીમાં રહેતા અકબર, તેની મામી અને તેમના ત્રણ પુત્રો અસરફ, અરબાજ અને અસ્ફાકે બોલાચાલી કરી હતી.

બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા અકબર અને તેના સંબંધીઓએ પાઈપ, બાઈકની ચેન અને તલવાર સાથે ધસી આવી નાસીરભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નાસીરભાઈના ભાઈ અલાઉદ્દીન અને બસીરે દરમિયાનગીરી કરતા હુમલાખોરોએ તેઓને પણ માર માર્યો હતો અને બસીરના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની નાસીરભાઈએ જેપી રોડ પોલીસ મથકમાં ટોળા સામે હુમલો અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.

(6:26 pm IST)