Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

છોટાઉદેપુર જિલ્લાના ચીખલીમાં પિતા-પુત્રએ જમીનની અદાવતમાં ભાઈની હત્યા કરી

છોટાઉદેપુર:જીલ્લાના ચીખલી ગામે જમીનના ઝઘડામાં પિતા-પુત્રએ ભેગા મળી લાઇસન્સવાળી બંદુકથી ભાઇની હત્યા કરતા ચકચાર મચી હતી. છોટાઉદેપુર અને ક્વાંટમાં એક્સરેની સુવિધા ન હોવાથી મરનારની લાશને પીએમ કરાવવા વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.

ક્વાંટના ચીખલી ગામે રહેતા આદિવાસી પરિવાર વચ્ચે જમીન બાબતે ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલતો હતો. શનિવારે કીર્તન ચંદુભાઇ રાઠવાએ તેના ખેતરના છેડા પર મુકેલા પથ્થર હટાવ્યા હતા. જેની જાણ થતા કીર્તન રાઠવાનો તેના કાકા ખુમસીંગભાઇ કેશરામભાઇ રાઠવા સાથે ઝઘડો થયો હતો. જેથી ખુમસીંગનો  પુત્ર જગુ રાઠવા ઘરમાંથી બે નાળવાલી બંદુક લાવી કીર્તન રાઠવા તરફ ધરતા કીર્તન રાઠવા બંદૂક પકડવા જતા જગુ રાઠવાએ બંદુકનો ટ્રીગર દબાવી દેતા કીર્તન રાઠવાની છાતીમાં ગોળી વાગતા તેનું મોત ઘટના સ્થળે થયુ હતું. જેની જાણ પાનવડ પોલીસને કીર્તનની પત્નીએ કરતા પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી.

(6:25 pm IST)