Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નવસારી નજીક નેશનલ હાઇવે પર બાઈક સ્લીપ થતા ખેડૂતે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નવસારી: નજીક ગણેશસિસોદ્રા ગામે ને.હા. નં. ૪૮ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં મોરાગામના વૃધ્ધ ખેડૂતનું ઘટનાસ્થલે મોત નીપજ્યું હતું. નવસારીના મોરા ગામે નવા ફળિયામાં રહેતા ત્રણ સંતાનોના પિતા ચંપકભાઇ ભાણાભાઇ પટેલ (ઉ.વ. ૭૩) ખેતી કરતા હતા.

ગઇકાલે રાત્રે પોતાની સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે-૨૬-આર- ૭૦૯૭) ઉપર એંધલ ગામે કામકાજ અર્થે જઇ રહ્યાં હતાં ત્યારે નવસારી નજીક ગણેશસિસોદ્રા ગામે ને.હા.નં. ૪૮ પર આહિરવાસ પાસે ચંપકભાઇએ પોતાની બાઇક પરથી કાબુ ગુમાવી દેતાં બાઇક સ્લીપ થઇ જતાં તેઓ રસ્તા ઉપર ફંગોળાઇ ગયા હતા.

શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે તેમનું કરૃણ મોત નીપજ્યું હતું. અકસ્માતઅંગે રૃરલ પોલીસમાં તેમના સંબંધી અનિલભાઇ જીણાભાઇ પટેલ (રહે. પરતાપોર ગામ, પટેલ ફળિયા, તા. નવસારી)એ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ.જી. દેસાઇ તપાસ કરી રહ્યાં છે.

(6:25 pm IST)