Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આણંદ તાલુકાના અડાસમાં રસ્તા પર ઝાડના ડાળખાં નાખવા બાબતે બે પરિવારો બાખડ્યા

આણંદ:તાલુકાના અડાસ તાબે દેણાપુરા ખાતે ગોરસ આંબલીના ડાળખા રસ્તા વચ્ચે નાંખવાની બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં આઠને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જ્યારે બેની હાલત ગંભીર હોય તેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વાસદ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 
રમણભાઈ રઈજીભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નજીકમાં જ રહેતા લ-મણભાઈ રામાભાઈ પરમારે કહેલ તે તમોએ ગોરસ આંબલીના ડાળખાં રસ્તા વચ્ચે કેમ નાંખ્યા છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલી હતી જેથી ગાળો બોલવાની ના પાડતાં લ-મણભાઈનું અપરાણું લઈને દિનેશભાઈ લ-મણભાઈ પરમાર, અમીતભાઈ ભીખાભાઈ પરમાર તથા સવિતાબેન લ-મણભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને લ-મણભાઈએ પોતાની પાસેનું દાતરડું રમણભાઈને મારવા જતાં મેહુલભાઈ વચ્ચે પડતાં માથામાં દાતરડું વાગ્યું હતુ. દિનેશભાઈએ લાકડી લઈને નયનાબેનને હાથના કાંડા પાસે ઝાપોટ મારીને ઈજાઓ પહોંચાડી હતી. અમીતભાઈએ પાવડો લઈને સકુંતલાબેને ડાબા ખભા ઉપર મારીને તેમજ સવિતાબેને હાથમાનું દાતરડું લ-મણભાઈને ડાબા ખભા નજીક મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
સામા પક્ષે સવિતાબેન લ-મણભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, રમણભાઈ રઈજીભાઈ પરમાર, મેહુલભાઈ ઉર્ફે ભયલુ રમણભાઈ પરમાર, રંગીતભાઈ પરમાર તથા નયનાબેન પરમારે તેમના ઘર આગળ રસતામાં ગોરસ આંબલીના ડાળખા નાંખ્યા હતા. જેથી લ-મણભાઈએ રમણભાઈને કહેલ કે તમે ડાળખાં રસ્તામાં કેમ નાંખ્યા છે. જેથી લ-મણભાઈ ગમે તેવી ગાળો બોલતા કુહાડી લઈને આવી ચઢ્યા હતા અને લ-મણભાઈને માથામાં મારી દીધી હતી. બીજા શખ્સોએ લાકડીઓ લઈને આવી પારૂલબેન, દિનેશભાઈ તથા રેખાબેનને માર માર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:23 pm IST)