Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ખેડા-ધોળકા રોડ નજીક અજાણ્યા વાહનની હડફેટે રિક્ષામાં સવાર દંપતી પૈકી મહિલાનું મોત

ખેડા: ધોળકા રોડ ઉપર રઢુ નજીક આજે વહેલી સવારે અજાણ્યા વાહન અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘવાયેલા દંપતિ પૈકી પતિનું મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા પરાગભાઈ સુમંતરાય (મરાઠી) સાગ્ટે અને તેમના પત્ની આજે વહેલી સવારે ખેડાથી રીક્ષા નં. જીજે ૭ વી ડબલ્યુ ૩૮૪૮માં બેસી ધોળકા સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમ્યાન ખેડા-ધોળકા રોડ પરથી રીક્ષા પસાર થતી હતી ત્યારે સાડા પાંચ વાગ્યાના સુમારે રઢુ નજીક પૂરપાટ ઝડપે આવેલ અજાણ્યા વાહન અથડાતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી તેમાં બેઠેલા મુસાફરોને રોડ ઉપર ફંગોળાઈ જતા ઈજા થઈ હતી. જે પૈકી સુનિતાબેન પરાગભાઈ સાગ્ટે (ઉં. ૩૮ વર્ષ) ને ઈજા થઈ હતી. જ્યારે પરાગભાઈ સાગ્ટે (ઉંમર ૪૩ વર્ષ)ને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મેડિકલ ઓફિસરે પરાગભાઈને મૃત જાહેર કર્યા હતા. 
આ બનાવ અંગે સુનિતાબેન પરાગભાઈ સાગ્ટેની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:23 pm IST)