Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અમદાવાદ પોલીસે ગુતાલ સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમની અટકાયત કરી

અમદાવાદ: પોલીસે ગુતાલ સીમમાંથી ટ્રકમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આ આરોપીના કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. 
આરઆરસેલ અમદાવાદની ટીમે ગુતાલ સીમમાંથી ટ્રકમાંથી વિદેશી દારૂ રૂ. ૨૨,૯૬,૮૦૦ના જથ્થા મળી કુલ રૂ. ૩૨,૯૭,૬૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સાથે અમરસિંહ તખ્તસિંહ બારૈયાને ઝડપી પાડી વધુ પૂછપરછ માટે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરતા અમરસિંહ બારૈયાના બે દિવસના આવતીકાલ સાંજના ચાર વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ફરાર આરોપી દિલીપસિંહ લ-મણભાઈ પરમાર ઝડપાયા બાદ વિદેશી દારૂ કોણે મંગાવ્યો હતો. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો વગેરે જાણકારી બહાર આવશે. આ આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. 
 

(6:22 pm IST)