Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં ખાબકેલા વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલ દ્વારા તાકીદની બેઠક

ગાંધીનગરઃ શનિવારથી ગુજરાતમાં ચોમાસાના મંડાણ થયા હોય તેમ મેઘરાજા કોઇ-કોઇ જગ્યાએ મહેરબાન થયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા છે અને રાહત અને બચાવની કામગીરી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

દક્ષિણ ગુજરાત સહિત રાજયના વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે સ્ટેટ કંટ્રોલ દ્વારા તાકીદની બેઠક રાજયના રાહત કમિશ્નર મનોજ કોઠારીના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ બેઠકમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવના લેવાયેલા પગલા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં એનડીઆરએ, નેવી, કોસ્ટગાર્ડ અને રાજયના ઉચ્ચ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(6:19 pm IST)