Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અંકલેશ્વર-વાલીયા રોડ ઉપર કાપોદ્રા પાટીયા પાસે દુર્ગંધ મારતા ટ્રકમાંથી મૃત પ્રાણીઓના અંગો મળ્યાઃ લોકોઅે તોડફોડ કરતા ટ્રકચાલક નાસી છૂટ્યો

અંકલેશ્વરઃ આજે વહેલી સવારથી જ અંકલેશ્વરમાં ભારે વરસાદ થતાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તાઓ ઉપર ટ્રાફિક જામનાં પણ દ્રશ્યો સર્જાયા હતા. આવા સમયે મહારાષ્ટ્ર તરફથી આવતી એક ટ્રક નંબર જીજે 10, ટીટી 9336 વાલિયા રોડ ઉપરથી કાપોદ્રા આવીપહોંચતાં ટ્રાફિકમાં ફસાયી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા એક યુવકને ટ્રકમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં તેણે ડ્રાયવરને આ બાબતે પુછપરછ કરી હતી. જોકે ડ્રાયવરે મને કંઈ ખબર નથી તેવો જવાબ આપતાં અન્ય યુવકો પણ ત્યાં દોડી આવ્યા હતા.

ટ્રક ચાલક આ યુવાકોનો મીજાજ પારખી જતાં તેમનાં મારથ બચવા માટે ટ્રકને ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. જ્યારે સ્થળ ઉપર ભેગા થયેલા ટોળાએ ટ્રકમાં તોડફોડ કરી ભારે નુકશાન પહોંચાડ્યું હતું. જ્યારે ટ્રકમાં તપાસ કરવામાં આવતાં તેમાંથી પ્રાણીઓનાં અંગે મળી આવ્યા હતા. જોકે હાલમાં તો ટ્રકનો ડ્રાયવર પણ ફરાર હોવાથી આ ટ્રક ક્યાં જઈ રહી હતી તે સંદર્ભે માહિતી સાંપડી નથી. જ્યારે આ બાબતે કોઈએ પોલીસમાં જાણ ન કરતાં હજી સુધી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.

(6:12 pm IST)