Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

લિટલ મિલેનિયમની ગુજરાતમાં વ્યાપક વિસ્તરણની યોજના

ગુજરાતમાં ૧૦૦થી વધુ પ્રીસ્કૂલ્સ સ્થાપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય

 અમદાવાદઃ ભારતમાં બાળપણનું શિક્ષણ મજબૂત અને બહેતર બનાવવાનાં ૧૦ વર્ષના સફળ ઈતિહાસની ઉજવણી કરતી અને ભારતમાં અગ્રણી પ્રીસ્કૂલ ચેઈન્સમાંની એક લિટલ મિલેનિયમે આજે ગુજરાતમાં તેની હાજરીનું વિસ્તરણ કરવા માટે મહત્ત્વાકાંક્ષી વ્યૂહરચના પર ભાર મૂકયો છે. આ જાહેરાત લિટલ મિલેનિયમ એજયુકેશન પ્રા. લિ.ના ચીફ એકિઝકયુટિવ ઓફિસર શ્રી રમણ બજાજ દ્વારા અમદાવાદમાં આજે એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી.

લિટલ મિલેનિયમ વહેલા બાળપણના અભ્યાસક્રમ, મજબૂત મૂલ્યો, ઉચ્ચ ગુણવત્તાનું બાળકોને અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્રતિભાશાળી જોશીલી ટીમના આધાર સાથેની મજબૂત પ્રણાલીઓ અને પ્રક્રિયાઓમાં ઊંડાણભરી નિપુણતા ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના પ્રીસ્કૂલ શિક્ષણ સાથે પ્રતીકાત્મક છે.

લિટલ મિલેનિયમે માટે વૃદ્ઘિની યોજના વિષે શ્રી રમણ બજાજે નોંધ્યું હતું કે ભારતમાં પ્રીસ્કૂલ શિક્ષણ ક્ષેત્ર જબરદસ્ત વૃદ્ઘિ પામવા માટે સુસજ્જ છે, કારણ કે વાલીઓ વહેલા બાળપણના શિક્ષણના લાભો વિશે ઉચ્ચ જાગૃત અને સતર્ક બની રહ્યા છે અને બધા બાળકો માટે કુશળતા અને ભણવાની શૈલીઓના વિકાસમાં નક્કર ભૂમિકા ભજવે છે. લિટલ મિલેનિયમે અમારી બ્રાન્ડને વધુ દષ્ટિગોચરતા, સ્વર્ણિમતા અને સમાવેશકતા આપવા માટે મોટી છલાંગ લગાવવા માટે માળખાબદ્ઘ અભ્યાસક્રમ, ગુણવત્ત્।ા, શિક્ષક તાલીમ અને બાળક કેન્દ્રિત શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા શિક્ષણના મહત્ત્વપૂર્ણ પાયાઓ પર મજબૂત રીતે કેન્દ્રિત રહીને પોતાની આગવી ઓળખ કંડારી છે. પ્રીસ્કૂલ ઉદ્યોગે લગભગ ૨૦ ટકા વર્ષ દર વર્ષનો ઉત્તમ વૃદ્ઘિ દર નોંધાવ્યો છે, જે ૨૦૨૦ સુધી રૂ. ૨૫,૦૦૦ કરોડને સ્પર્શે એવી સંભાવના છે (સ્રોત ફોર્સએસ રિસર્ચ). અમે હાલમાં ૧૦૦ શહેરમાં ૬૦૦ પ્રીસ્કૂલ સેન્ટરો ચલાવી રહ્યા છીએ અને વર્ષ ૨૦૨૦ સુધી ૧૦૦૦ કેન્દ્રો સુધી પહોંચાડવાની યોજના છે. અમે ફ્રેન્ચાઈઝ મોડેલ થકી કામગીરી કરી રહ્યા છીએ, જે અમને પોતાની પ્રીસ્કૂલ શરૂ કરવા માગતા સમવિચારી અને જોશીલા વેપાર સાહસિકો સાથે ભાગીદારી કરવામાં મદદ કરે છે. આ ભાગીદારીના અભિગમને લીધે અમે અમારી કામગીરીનું ઝડપથી વિસ્તરણ કરી શકીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તાના પ્રીસ્કૂલ શિક્ષણના લાભો દેશભરમાં વાલીઓ સુધી પહોંચાડીએ છીએ.

(3:53 pm IST)