Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત કાવ્યમય વચનામૃત રાજકોટના દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સુરતમાં વિમોચન

વચનામૃતનું વાંચન મુમુક્ષને અધ્યાત્મનું બળ અને સમજણ આપે છે

સુરત વેડ રોડ, ગુરૂકુળ ખાતે રાજકોટ ગુરૂકુળના શ્રી દેવકૃષ્ણાદાસજી સ્વામીના હસ્તે વચનામૃત ગ્રંથના બે ભાગનું વિમોચન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત, તા.ર પ : વાણી વર્તન અને વિચારના વિવેકથી મુમુક્ષને સદ્ગુણોની સુલભ રીતે પ્રાપ્તિ શીખવે છે વચનામૃત એમ આજે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મહંત સ્વામી સદ્ગુરૂશ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીએ કહ્યું હતું.

સુરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આયોજીત વિશિષ્ટ સમારોહમાં ગુરૂવર્ષ મહંત સ્વામીશ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણના ૧૮૮ માં અંતર્ધાત મહોત્સવ નિમિત્તના આ સમારોહમાં વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના સંચાલકશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વચનામૃત કાવ્ય ગ્રંથના બે ભાગનું વિમોચન કરાવેલ.

(૧) આ પ્રસંગે શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલા વહાવેલી અમૃતવાણીને બે વર્ષ પછી ર૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. એ વચનામૃત દ્વિશતાબ્દી ઉપલબ્ૅ વચનામૃત કાવ્ય પ્રકાશિત કરાયો. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રશદાયના ર૦૦ વર્ષના ઇતિહાસમાં રાજકોટશ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કાવ્યામાં વચના મૃતનું લેખન અને મુદ્રણ કરાયેલ છે. કાવ્યમય વચનામૃતનું બે ભાગનું લેખન સુરત ગુરૂકુલમાં ઠાકોરજીની સેવારત રહેતા સ્વામીશ્રી વિવેક સ્વારૂપદાસજી સ્વામીએ કર્યુ છે. વચનામૃત ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લાયાનું પંચાળાના મળી ૧૩૩ વચનામૃતના બે ભાગો પ્રકાશિત થયા. જેમાં આર્થિક સહયોગ અમેરિકા, વોશીંગ્ટન સ્થિત શ્રી ભાગર્વત ભાઇ ધીરૂભાઇ કોડીયા શ્રી શિવલાલભાઇ પાંભર શ્રી વિભુ ભગત ઉગાપેડીનો મળેલ ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ દાતાઓને શુભાશીર્વાદ પાઠવેલ હતા.

વાચન ઉપરાંત ઓડિયો શ્રંશલ અર્થે પેન ડ્રાઇવ તૈયાર કરાયેલ. તેમાં કાવ્ય ગાનમાં  કંઠ આપનારા ગુરૂકુલના વિદ્યાર્થીશ્રી અનંતભાઇ સુદાણી લાખાપાદર વાળાને તેમજ તેને સંગીત આપનારા મુંબઇ સ્થિત શ્રી પરેશભાઇ શાહ તેમજ સુરત ગુરૂકુળના બ્રહ્મધ્વનિ સ્ટુડિયોમાં શબ્દબદ્ધ કરનારા સ્વામીશ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામીને મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવેલ.

વિશેષ ભીમએકાદશીના દિવસથી આ વચનામૃત કાવ્યના ગાન સાથે સંતોને ત્રણ દિવસ ભગવાનું નિત્ય છ-છ કલાક પૂજન કરેલ.

પ્રજી સ્વામીના જણાવ્યાનુંસાર રાજકોટ ગુરૂકુળ અને તેની શાખાઓમાં ટોકન ભાવથી ગ્રંથો મળી શકશે જયારે કાવ્ય ગાન નેટ ઉપરથી વિના મૂલ્યે ભાવિકોને ઉપલબ્ધ કરાયું છે. આ પ્રસંગ રાજકોટ, જુનાગઢ, કેશોદ, ઉના પાટડી-વર્ણીન્દ્ર ધામ, વડોદરા નીલકંઠ ધામ પોણો ઇંચ નવસારી, નવી મુંબઇ-વાશી વગેરે સ્થાનોએથી સંતો તેમજ હરિભકતો ઉપસ્થિત રહેલ હતા. વધુ માહિતી માટે શ્રી પ્રભુસ્વામી (મો. ૯૮૭૯૦ ૦૦રપ૦) ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:41 pm IST)