Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટીંગ : ચાર કલાકમાં ધોધમાર સવા આઠ ઇંચ વરસાદ

સતત વરસી રહ્યો છે વરસાદ

વલસાડ તા. ૨૫ : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે સવારે ચાર કલાકમાં જ વલસાડમાં ૨૧૦ મીમી, પારડીમાં ૧૬૯ મીમી, વાપીમાં ૧૫૩ મીમી અને ઉમરગામમાં ૧૩૪ મીમી વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ છે. સુરતમાં પણ સવારથી છૂટાછવાયા ઝાપટાં વચ્ચે સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

અરબ સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થતાં રેલવે ટ્રેકને નુકસાન થવાથી સુરતથી મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.

(3:28 pm IST)