Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગુજરાત મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીનું એસજીવીપી ગુરૂકુલના સંતો દ્વારા સ્વાગત

અમદાવાદ તા.૨૫ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપક્રમે માનનીય મુખ્યમંત્રી અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના વિશાલ પરિસરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં, પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, પુરૂષોત્તમભાઇ રૂપાલા, જીતુભાઇ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભૂપેદ્રભાઇ વાઘેલા, વગેરે રાજકીય મહાનુભાવો પધારતા ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શા. ભકતવત્સલદાસજી સ્વામી વગેરે સંતો તેમજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારોએ પૂર્ણકુંભ અને વૈદિક મંત્રો સાથે સ્વાગત કર્યું હતું.

(1:49 pm IST)