Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વડોદરામાં નિર્દોષ વિદ્યાર્થી દેવની હત્‍યાનું કારણ બહાર આવ્‍યું : શાળાને કાયમી બંધ કરાવવાનાં ઇરાદે હત્‍યારાએ દેવનો જીવ લીધો

વડોદરામાં દેવની હત્યા કેમ થઈ? આરોપીએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, રૂવાંડા ઊભા થઈ જશે

વડોદરા: વડોદરાની બહુચર્ચિત ભારતી વિદ્યાલયના 9માં ધોરણના વિદ્યાર્થીની હત્યામાં કાયદાની સામે થનાર એક સગીર વયના વિદ્યાર્થીની શહેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીની પૂછપરછમાં તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.હ ત્યા મામલે ડીસીપી આરએસ ભગોરાએ જણાવ્યું કે વિદ્યાર્થીને હોમવર્ક આપવામાં આવ્યું હતું. હત્યા કરાયેલા દેવ તડવી સાથે હત્યા કરનાર સગીર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની દુશ્મની હતી નહીં કે ન હતો કોઈ પ્રેમ સંબંધની તકરાર પરંતુ શાળાના શિક્ષકો તેને વારંવાર ટોકતા હોવાને કારણે શાળાને કાયમ માટે બંધ કરી દેવાની ઈચ્છા સાથે તેને દેવ ની હત્યા કરીને પોતાના મન્સુબને  અંજામ આપ્યો હતો.

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ ભારતી સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની અત્યંત ક્રુરતા પૂર્વક ચાકૂના 25થી વધુ ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. આ હત્યાકાંડ રાજ્ય સહિત સમગ્ર દેશની અંદર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.  શાળામાં શૈક્ષણિક કામ માટે આવતા વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા ત્યારે અચાનક માત્ર ત્રણ દિવસ પહેલાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ કરતાં અન્ય એક વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં જેનો મહત્વનો રોલ હતો તેવા વિદ્યાર્થી કે જેને કાયદાની સામે સંઘર્ષ કરીને હત્યા કરી હતી તેને સીટી પોલીસના સ્ટાફે વલસાડ ખાતેથી ઝડપી પાડયો હતો કાયદા સામે સંઘર્ષ કરનારા વિદ્યાર્થીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો.

હત્યા મામલે ડીસીપી આરએસ ભગોરાએ જણાવ્યું કે વિદ્યાર્થીને હોમવર્ક આપવામાં આવ્યું હતું. હત્યા કરાયેલા દેવ તડવી સાથે હત્યા કરનાર સગીર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની દુશ્મની હતી નહીં કે ન હતો કોઈ પ્રેમ સંબંધની તકરાર પરંતુ શાળાના શિક્ષકો તેને વારંવાર ટોકતા હોવાને કારણે શાળાને કાયમ માટે બંધ કરી દેવાની ઈચ્છા સાથે તેને દેવ ની હત્યા કરીને પોતાના મન્સુબને  અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરાયેલ પૂછપરછમાં કાયદા સામે સંઘર્ષ કરનાર તે સગીર વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે ભારતીય શાળાના શિક્ષકો સાથે તેને વારંવાર નાની-મોટી બાબતે બોલવાનું થતું હતું અને તેના જ કારણે તેને સ્કૂલ માટે અણગમો થયો હતો આ આના નિવારણ માટે તેને મનમાં એવું વિચાર્યું હતું કે હું કંઈક એવું કરો કે જેનાથી આ શાળા કાયમ માટે બંધ થઇ જાય અને તેની આ માનસિકતાને કારણે તેને માસુમની હત્યા કરી નાખી. તેમણે એમ પણ કહ્યું કે આરોપી વિદ્યાર્થીના માતાપિતાના કહેવા મુજબ તે ખુબ હિંસક પ્રવૃત્તિનો છે.

હત્યા થયાના ત્રણ દિવસ પૂર્વે જ કાયદા સામે સંઘર્ષ કરનારા વિદ્યાર્થીએ પોલીસ કંટ્રોલ રૂમમાં પોતાના જ શાળાના શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરીને પી સી આર બોલાવી હતી. ત્યારબાદ pcr પણ શાળાએ પહોંચી હતી અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સમાધાન કરાવ્યું હતું પરંતુ એ વાતનો ગુસ્સા સાથે રાખીને આ વિદ્યાર્થીએ શાળાને બંધ કરાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જે રીતે તેને દેવ ઉપર હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો તે જોતા પોલીસને શંકા હતી કે કદાચ આ વિદ્યાર્થીનો ગુનાહિત ભૂતકાળ હશે પરંતુ પહેલેથી જ તેના સ્વભાવમાં ગુસ્સો હોવાનું પણ પોલીસને તપાસમાં જણાવ્યું હતું. શાળાના શિક્ષકો માટે ભારે અણગમો ધરાવતા સગીર વિદ્યાર્થીએ દેવની હત્યા કરી તેના મનમાં રહેલી મુરાદ ને પુરી કરી હતી.

અલબત્ત છેલ્લા કેટલાક સમયથી કાયદા સામે સંઘર્ષ પર ઉતરનારા વિદ્યાર્થી અને શાળાના શિક્ષકો વચ્ચે જે નાની મોટી ઘટનાઓ બનતી હતી તેને લઈને પોલીસ પણ વિમાસણમાં મુકાઈ હતી કેમ કે જ્યારે કુમળા માનસ ઉપર આ પ્રકારની અસર થાય ત્યારે એ વિદ્યાર્થી કઈ હદે જઈ શકે તેનું ઘાતક ઉદાહરણ આ બનાવ પરથી સાબિત થાય છે ક્યાંક શાળાના શિક્ષકો દ્વારા  કરુણ બનાવને ટાળી શકાયા હોત પરંતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ના આત્મીય ભાવ ના અભાવને કારણે આટલી મોટી ઘટના સર્જાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે વડોદરા શહેર ઈ ઝોનના ડેપ્યુટી કમિશનર આર એસ ભગોરાએ પત્રકારો સાથે હત્યા અંગે થયેલ ખુલાસાની વાત કરી હતી

(5:40 pm IST)