Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

MBBSમાં અેકવાર અેડમીશ્‍ન પછી પાંચ વર્ષના નિયમોમાં કરાયા ફેરફાર: ગુજરાત હાઈકોર્ટ દ્રારા રાજય સરકારને નિયમોમાં સુધારો કરવાના આપેલ આદેશના પગલે કરાયા ફેરફાર

અમદાવાદ- ફીમાં વધારો થવાને કારણે MBBS કોર્સમાંથી ગયા વર્ષે ડ્રોપ આઉટ થયેલા બે વિદ્યાર્થીઓ હવે નવા શૈક્ષણિક વર્ષમાં મેડિકલ કોર્સમાં એડમિશન મેળવી શકશે કારણકે રાજ્ય સરકારે ગુજરાત હાઈ કોર્ટને નિયમોમાં સુધારો કરવાનો આદેશ આપ્યો છે.

બે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2018-19માં એડમિશન લેવા માટે રાજ્ય સરકારની મદદ માંગી હતી અને પીટિશન ફાઈલ કરી હતી. રાજ્ય સરકારે તેમની માંગને મંજુર રાખી છે. ઉલ્લેખનીય છે કે, બાદલ બામરોળિયા અને જય છોટાણી વડોદરાની પારુલ યૂનિવર્સિટીમાં MBBS કોર્સમાં એડમિશન મેળવ્યુ હતું. મેનેજમેન્ટ ક્વોટામાં 11 લાખ રુપિયા ફી ચુકવવા માટે તે તૈયાર થયા હતા.

એડમિશન પ્રક્રિયા સમાપ્ત થઈ ગયા પછી યૂનિવર્સિટીને ફી રેગ્યુલેટરી કમિટી તરફથી ફી વધારો કરવાની પરમિશન મળી અને તેમણે ફી વધારીને 22 લાખ રુપિયા કરી નાખી. બન્ને વિદ્યાર્થીઓએ આટલી બધી ફી ભરવામાં સક્ષમ હોવાનું કારણ જણાવીને એડમિશન કેન્સલ કરવાની માંગ કરી. બન્ને વિદ્યાર્થીઓએ 2018માં ફરીથી NEETની પરીક્ષા આપી. પરંતુ નિયમ પ્રમાણે એકવાર MBBS કોર્સમાં એડમિશન મેળવ્યા પછી વિદ્યાર્થી આગામી પાંચ વર્ષ સુધી એડમિશન મેળવી શકે. નિયમને કારણે બન્ને વિદ્યાર્થીઓના એડમિશનને રોકવામાં આવ્યા.

આ વિદ્યાર્થીઓએ એડવોકેટ દિપલ રાવૈયાના માધ્યમથી હાઈકોર્ટની મદદ લીધી અને અપીલ કરી કે તેમને NEETના સ્કોરના આધારે એડમિશન માટે અપ્લાય કરવા દે. ગુરુવારના રોજ સુનાવણી દરમિયાન સરકાર દ્વારા કોર્ટને જાણ કરાવમાં આી હતી કે 4 મે, 2018ના રોજ એડમિશનના નિયમોમાં નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, જે અનુસાર મેડિકલ કોર્સમાં એડમિશન લીધું હોય પરંતુ કોર્સ ન કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાની છૂટ છે.

(9:02 pm IST)