Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અમદાવાદ :લાયસન્સ રીન્યુ નહિ કરાતા અંતે નોટરી એસો,દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ

છેલ્લા બે વર્ષથી ઘણાં નોટરીઓના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જેના કારણે અને નાટરીની પ્રેક્ટીસ કરતા લોકોને અનેક મુશ્કેલી

અમદાવાદ :  નોટરી એસોસીએશન  ગુજરાત દ્વારા નોટરીના લાયસન્સ રીન્યુ કરવામાં નહિ આવતા હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે. એસોસીએશનના પ્રમુખ ધીરેશ ટી. શાહે જણાવ્યું હતું કે દરેક નોટરીએ નોટરીની પ્રેકટીસ માટે મળેલું લાયસન્સ દર પાંચ વર્ષે રીન્યુ કરાવવું ફરજીયાત છે તે માટે છ મહિના પહેલાં અરજી કરવી પડતી હોય છે. કેન્દ્ર સરકારના કાયદા ખાતું ઘણાં વર્ષોથી આ લાયસન્સ સમયસર રીન્યુ કરતું નથી અને તેને લીધે નોટરીની પ્રેકટિસ બંધ થઈ જાય છે અને નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે. નોટરી એસોસીએશનના પ્રમુખે અરજીમાં આક્ષેપ લગાવ્યો છે હાલમાં છેલ્લા બે વર્ષથી ઘણાં નોટરીઓના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જેના કારણે અને નાટરીની પ્રેક્ટીસ કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નોટરી એસોસીએશને પણ જણાવ્યું કે ગુજરાતના નોટરી એસોસીએશન દ્વારા આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજુઆતો કરવામાં આવી છએ પરંતુ અનેક રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા પગલા ન લેવાતા આખરે નોટરી એસોશિએશન દ્વાદા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે અને આ અરજીમાં માંગણી કરી છે કે સરકાર સમયસર લાયસન્સ રિન્યુ કરી આપે એવો આદેશ આપે અને સમયસર રિન્યુ ન થાય તો તે રિન્યુ થઈ ગયું છે તેમ ગણવું એટલે કે Deemed to be renewed ગણવું.

હાઈકોર્ટે આ પીટીશન મંજૂર કરી છે અને સરકારને નીટીસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે સાથે જ વડી અદાલતે ટકોર કરતા કહ્યું છે કે કેટલી સરકાર પાસે આવી કેટલી અરજીઓ પેન્ડીંગ છે તેની વિગતો આપવામાં આવે અને માંગણી પ્રમાણે ઓડર કેમ કરવા તેની પણ વિગતો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.આજ મામલે વધુ સુનાવણી આગામી 22 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં મોટાભાગના કોર્ટ અને સરકારી કામોમાં નાગરિકો માટે અનેક પ્રકારની એફિડેવિટની જરૂરિયાત રહેતી હોય છે. તેમજ કોર્ટના કામકાજમાં નોટરીની જરૂરિયાત રહેતી હોય છે.  કેન્દ્ર સરકાર દ્વારા નોટરી કરવા માટેના લાયસન્સ આપવામાં આવતા હોય છે. પરંતુ ગુજરાતમાં અનેક નોટરીઓના લાયસન્સ રિન્યૂ નહિ થવાની સમસ્યાના પગલે નોટરીના વ્યવસાય સાથે  સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે ના છૂટકે નોટરી એસોસીએશને હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે.

(10:48 pm IST)