Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા અને બૉલીવુડ ગાયિકા જ્યોતીકા તંગડી પહોંચ્યા પંજાબ કિંગ્સના પ્રમોશનમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઇપીએલ ફીવર ચાલી રહ્યો છે અને પંજાબ કિંગ્સની છેલ્લી લીગ મેચ વાનખેડેમાં સનરાઇસ હૈદરાબાદ સામે રમાઈ હતી એમા પંજાબની શાનદાર જીત થઈ હતી ગઈકાલની મેચમાં પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા માટે બૉલીવુડ ગાયિકા કે જેઓએ પોખરણ ફિલ્મનું " આયો રે શુભ દિન આયો રે"અને "પલ્લો લટકે" જેવા શાનદાર ગીતોની ગાયિકા જ્યોતીકા તંગડી અને ગુજરાતના વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા પહોંચ્યા હતા.
વાનખેડે સ્ટેડિયમના વી વી આઈ પી બોક્સમાં પંજાબ કિંગ્સના મહેમાન બનેલા વિપુલ અને જ્યોતીકાએ પંજાબ કિંગ્સના ફ્લેગ સાથે ટિમને ચિયર્સ કરી હતી સાથે જ તેમના ચાહકોએ સ્ટેડિયમમાં બંને સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા,પંજાબ ટિમને ચિયર્સઅપ કરતા ફોટોસ અને વિડીઓ વિપુલ અને જ્યોતીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં પોસ્ટ કર્યા હતા જે ફોટોસ વાયરલ થઈ ગયા હતા,વિપુલ એ પંજાબ ટીમનો આભાર માન્યો ઇન્સ્ટાગ્રામમાં એને લખ્યું 'હું અને જ્યોતીકા પંજાબ કિંગ્સને એનેર્જેટિક રીતે ચિયર્સ કરી રહ્યા છીએ ,પંજાબ કિંગ્સ નો ખુબ ખુબ આભાર આટલી સરસ હોસ્પિટાલિટી માટે " ,જયારે જ્યોતીકાએ લખ્યું " વિપુલ નારીગરા સાથે પંજાબી સ્ટાઇલમાં સપોર્ટ કરવાનું બનતું જ હતું,અને ટિમ પંજાબ જીતી ગયું " ,હાલમાં જ વેલીયન્ટ પ્રીમિયર લીગ 5 ના પ્લેયર્સ ડ્રાફ્ટના શૂટિંગમાં વિપુલ અને જ્યોતીકા સાથે નજર આવ્યા અને આજે ફરી વખત આઈ પી એલ મેચમાં બંને એ સાથે જોવા મળ્યા તેમના ચાહકો તેમના ફોટોસ અને રિલ્સ શેર કરી રહ્યા છે બંને મુંબઈમાં મોટા ભાગે સાથે જોવા મળતા હોય છે.

(10:25 pm IST)