Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અમદાવાદના મેયર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા :વોટ્સએપ પર પૈસા પડાવવાનું કૌભાંડ

અધિકારીઓએ શંકા જતા મેયર ઓફિસ જાણ કરતા ભાંડો ફુટ્યો

અમદાવાદ: મહાનગર પાલિકના મેયર કિરીટભાઇ પરમાર સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે. શહેરમાં પ્રથમ નાગરિકના નામે કોઇ અજાણી વ્યક્તિએ વોટસએપ નંબરમાં મેયરનો ફોટો મુકીને પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વોટસએપમાં મેયરનો ફોટો મૂકી અધિકારીઓને મેસેજ કરવામાં આવતા હતા. અધિકારીઓએ શંકા જતા મેયર ઓફિસ જાણ કરી હતી અને સમગ્ર ભાંડો ફુટ્યો હતો

અમદાવાદ મેયર ઓફિસ તરફ ઘટના અંગે ખુલ્લા કરતા પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના મેયર કિરિટ પરમારના નામે મોબાઇલ નંબર 7579323482 પરથી અમદાવાદ મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારી વર્તુળમાં મેયરના હોદાના ગરીમાને અનુરૂપ ન હોય તેવી ભાષામાં મેસેજ કરેલ છે. આ પ્રકારના મેસેજ સાથે કોઇ પણ રીતે સંકળાયેલ નથી. તેમજ આ પ્રકારના મેસેજ તદન પાયા વિહોણા છે. મોબાઇલ નંબર 7579323482 પરથી આવતા કોઇ પણ મેસેજનો જવાબ આપવો નહી. તેમજ કોઇપણ પ્રકારના આર્થિક વ્યવહાર કે સંવાદ કરવો નહી.

આ અંગે આસી કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઇમને અરજી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કોઇ અજાણી વ્યક્તિએ મેયર કિરીટ પરમારનો ફોટો વોટ્સઅપ નંબરમાં મુકીને મ્યુનિ.ના અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ શરૂ કર્યું હતું . પૂર્વ ઝોન ડીવાયએમસી, મધ્ય ઝોન ડીવાયએમસી અને ૪ આસિ. કમિશનરને વોટસઅપ પર મેસેજ મળ્યો હતો કે કેમ છે તમે અત્યાર ક્યા છો? આ પ્રકારના મેસેજ થયા અધિકારીઓ દ્વારા તરત જ મેયર ઓફિસ સંપર્ક કરાયો હતો અને સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

અગાઉ પણ મેયરના નામે સોશિયલ મિડીયામાં કોઇ અન્ય વ્યક્તિ ટ્વિટર હેડલ ચલાવી રહ્યું હોવાના પણ ફરિયાદ મળી હતી. મેયરના ઓફિસિયલ ટ્વિટર સિવાય અન્ય કોઇ વ્યક્તિ મેયરના નામે ટ્વિટરનો ઉપયોગ કરા રહ્યો છે.

 

(7:12 pm IST)