Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

‘તમારો મિત્ર બોલાવે છે' તેમ કહીને સુરત રેલ્‍વે સ્‍ટેશનની સિનીયર સિટીઝન માટેની લિફટમાં લઇ જઇને લિફટ વચ્‍ચે અટકાવીને સગીરા પર 2 શખ્‍સોએ દુષ્‍કર્મ આચર્યુ

થોડા દિવસ ચુપ રહ્યા બાદ મિત્રને સમગ્ર હકિકત જણાવતા પોલીસ ફરિયાદ 2 શખ્‍સોની ધરપકડ

સુરતઃ સુરતમાં રેલ્‍વે પોલીસની હદમાં શૌચાલયમાં કામ કરતી 17 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે કામ કરીને બાજુના શૌચાલય પાસે સુતી હતી ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે તેનો મિત્ર બોલાવે છે તેવુ કહી લીફટમાં લઇ જઇ દુષ્‍કર્મ આચર્યુ બાદ ધાકધમકી આપતા યુવતી થોડા દિવસ ચુપ રહી અને પછી તેના મિત્રને ઘટના જણાવતા પોલીસને જાણ કરતા પોલીસે બે શખ્‍સો વિરૂદ્ધ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

રેલવે પોલીસ સ્ટેશનની હદમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મ ગુજારનાર બે આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી હતી. ગત્ત 22 મેના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આ ગંભીર ગુનો બન્યો હતો. રેલવે પોલીસ દ્વારા બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેસની વિગતે મળતી માહિતી અનુસાર અમદાવાદ નજીકના એક નાના ગામની 17 વર્ષની સગીરા 9 મેના રોજ 18 વર્ષના મિત્ર સાથે ઘરમાં હતા. બંન્નેએ સ્ટેશન પર કોન્ટ્રાક્ટરમાં શૌચાલય ચલાવતા લોકો પાસે કામ માંગ્યું હતું.

જેથી કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, પ્લેટફોર્ન નંબર 4 પર કોઇ નથી તો તેઓ કામ કરી શકે છે. જેથી યુવતીએ કામ શરૂ કર્યું હતું. 19 મેના રોજ યુવતી ઉધના બાજુના શૌચાલય પાસે સુતી હતી ત્યારે આરોપીઓએ તેના મિત્રને રિઝર્વેશનની લાઇનમાં બેસાડી દીધો હતો. ત્યાર બાદ તમને તમારો મિત્ર બોલાવે છે તેમ કહીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન માટેની લિફ્ટમાં લઇ ગયા હતા. ત્યાર બાદ લિફ્ટ અટકાવીને તેમની પર દુષ્કર્મ આચર્યું હતું. જો કોઇને કહેશે તો મારવાની ધમકી આપી હતી.

જો કે થોડા દિવસો ચુપ રહ્યા બાદ સગીરાએ સમગ્ર ઘટના પોતાના મિત્રને જણાવી હતી. ત્યાર બાદ 22 મેના રોજ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે કેસ દાખલ કરીને સમગ્ર મામલે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને કેસ દાખલ થયો ત્યાં સુધી આ અંગે માહિતી નહોતી. જેથી તે બંન્ને ભાગ્યા નહોતા. બંન્ને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી પીઆરએસ ટોયલેટમાં કામ કરે છે અને બંન્ને મુળ બિહારના વતની છે. હાલ પોલીસે બંન્નેની અટક કરી છે.

(5:21 pm IST)