Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કમલમમાં પ્રદેશ મીડિયા સેલની કાર્યશાળાઃ રાજુભાઈ ધ્રુવ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટઃ ભાજપનાં વડામથક કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજીના નેતળત્‍વમાં પ્રદેશ ભાજપ મીડિયા સેલની કાર્યશાળા યોજાઈ હતી અને આ કાર્યશાળામાં સમગ્ર રાજ્‍યમાંથી ભાજપના પ્રવકતાઓ અને મીડિયા સેલના કન્‍વીનરો,સભ્‍યો તથા હોદેદારો   તેમજ રાજકોટથી સૌરાષ્‍ટ્ર ભાજપનાં પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ પણ આ કાર્યશાળામાં ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રસ્‍તુત તસ્‍વીરમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને પ્રદેશ ભાજપ  મીડિયા પ્રભારી શ્રી  પ્રદીપસિંહજી વાઘેલા,સૌરાષ્‍ટ્ર ઝોન  પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ,વડોદરાના પૂર્વ મેયર અને રાષ્‍ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્‍યક્ષ શ્રીમતી જ્‍યોતિબેન પંડ્‍યા, મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ અધ્‍યક્ષ શ્રી  ધનસુખભાઈ ભંડેરી, ગૌસેવા આયોગના પૂર્વ ઉપાધ્‍યક્ષ ચૈતન્‍ય શંભુ મહારાજ તથા રાજ્‍યના પૂર્વ કેબીનેટ મંત્રી તથા ગુજરાત વિધાનસભા ના પૂર્વ સ્‍પીકર શ્રી રમણભાઈ વોરા વગેરે નજરે પડે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્‍યારે મીડિયા સેલની કામગીરી ઘણી મહત્‍વની સાબિત થનારી છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં પણ પ્રવક્‍તાઓ અને મીડિયા સેલના હોદેદારોને વધુને વધુ અસરકારક રીતે સમાચાર માધ્‍યમો માં રજુઆત માટે બારીકાઈપૂર્ણ  વિસ્‍તળત માર્ગદર્શન આપી આવનારી ચૂંટણી માં ઝુંબેશ સ્‍વરૂપે કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકારના કાર્યો પ્રજા સુધી અસરકારકતાથી રજુ કરવા અનુરોધ કર્યો હતો.

(4:54 pm IST)