Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગુજરાતી શોર્ટ ફિલ્‍મ ‘વચન... I Promise' શેમારૂ મીના OTT પ્‍લેટફોર્મ ઉપર રિલીઝ

ઈન્‍ટરનેશનલ ગુજરાતી ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં પણ પસંદગી : ગાાયક- અભિનેતા પાર્થ ઓઝા ફિલ્‍મના નિર્માતા અભિનેતા- લેખક સંજય ઓઝા સંગીતકારઃ પિતા- પુત્રની જોડી ખૂબ જ લોકપ્રિયઃ દિગ્‍દર્શક સુનિલ વાઘેલા

રાજકોટઃ અત્‍યારના સમયમાં જયારે ઘણી બધી ગુજરાતી ફિલ્‍મો તેમજ વેબ સીરીઝ, થીયેટરમાં તેમજ OTT પ્‍લેટફોર્મ ઉપર આવે છે. ત્‍યારે એક અલગ ભાત પાડતી ગુજરાતી શોર્ટ ફિલ્‍મ- ‘વચન....I Promise', ‘શેમારૂ મી' (shemaroo me)નામના જાણીતા OTT પ્‍લેટફોર્મ ઉપર રીલીઝ થઈ છે.

આ ફિલ્‍મના નિર્માતા છે જાણીતા ગાયક અને અભિનેતા પાર્થ ઓઝા આ ફિલ્‍મના લેખક, મુખ્‍ય અભિનેતા અને સંગીતકાર છે સંજય ઓઝા પિતા- પુત્રની આ જોડી સંજય ઓઝા- પાર્થ ઓઝા સંગીતની દુનિયામાં લોકપ્રિય છે. સંજય જાણીતા ગાયક અને  સ્‍વરકાર છે, તો પાર્થ, ખાસ કરીને યુવાનોમાં પ્રિય એવા ગાયક છે તેમજ કેટલીક ગુજરાતી ફિલ્‍મોમાં અભિનય પણ કરી ચૂકયા છે. ગુજરાત, તેમજ વિદેશમાં આ બેલડી ઘણા કાર્યક્રમો કરે છે. તેમના પારમ્‍પારીક ગરબા લોકપ્રિય છે.

‘વચન....I Promise' ફિલ્‍મના દિગ્‍દર્શક છે સુનીલ વાઘેલા ફિલ્‍મની નાયિકા શિવાની જોષી છે અને અન્‍ય પાત્રોમાં જાગૃતિ ઠાકોર, દિનેશ પ્રજાપતિ અને નીલેશ બ્રહ્મભટ્ટ છે. ફિલ્‍મનો વિષય સંગીતમય અને રોમેન્‍ટીક છે સાથે રહસ્‍યનું તત્‍વ પણ છે, જે ૫૦ મિનિટની આ ચુસ્‍ત ફિલ્‍મને મઝાની બનાવે છે. ફિલ્‍મમાં એક મધુર ગીત છે જેના કવિ છે જાણીતા કવિશ્રી તુષાર શુકલ, નયના શર્મા અને સંજય ઓઝાના કંઠે ગવાતાં ગીતમાં સુંદર વાદ્યવૃન્‍દ રચના અર્પણ મહિડાની છે. ફિલ્‍મની કથામાં સંગીતનું પ્રાધાન્‍ય છે એટલે સંગીત આ ફિલ્‍મનું અગત્‍યનું અને મજબૂત પાસું છે.

‘વચન....I Promise' ફિલ્‍મની ખાસ વાત એ છે કે આ ફિલ્‍મ, એમરીકામાં મેની ૨૦-૨૧-૨૨ દરમ્‍યાન યોજાનારા, IGFF એટલે કે ઈન્‍ટરનેશનલ ગુજરાતી ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં સીલેકટ થઈ છે. યુએસએના અટલાન્‍ટા શહેરમાં વાડીલાલ સ્‍પોન્‍સર્ડ IGFF મોટા પાયે યોજાઈ રહ્યો છે.

તાજેતરમાં જ રીલીઝ થયેલી આ ફિલ્‍મને ઘણો સારો પ્રતિસાદ મળ્‍યો છે. ખાસ કરીને એનો વિષય અને રજુઆતની શૈલી આકર્ષક છે.

(12:11 pm IST)