Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજપીપળાના રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ :પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો

રજપૂત ફળિયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ અને ફળીયાના યુવાનોએ કોરોના મહામારીમાં ઉકાળા વિતરણનું બીડું ઝડપ્યું

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી હોય બાબત ચિંતાજનક છે. માટે કોઈ દવા રસી હજુ ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં આયુર્વેદ ઉકાળો એક સારો વિકલ્પ હોય જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધતા અન્ય વાયરસોથી બચાવ થઈ શકતો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાસ ઉકળાનું વિતરણ થઈ રહ્યું છે જેમાં નર્મદના વડા મથક રાજપીપળા ખાતે પણ હાલ વિતરણ શરૂ કરવામાં આવ્યું જેમાં રાજપીપળા રજપૂત ફળીયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે ફળીયાના અન્ય યુવાનો દ્વારા સોમવારે વિના મૂલ્યે ઉકાળા વિતરણ કરાયું હતું. યુવાનો તેમના ફળીયામાં ઘરે ઘરે જઈ ઉકાળો વિતરણ કરી એક પણ ઘર કે વ્યક્તિ બાકી ના રહે તેની ખાસ કાળજી રાખી 50 લીટર ઉકાળા નું વિતરણ કર્યું હતું.

(11:52 pm IST)
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીવાળી સરકારના એક વર્ષ પુરા થવાના સમયે ભાજપ દેશભરમાં 750થી વધુ વર્ચ્યુઅલ -ઓનલાઇન રેલીઓ યોજશે : રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ ઓછામાં ઓછી 100 વર્ચ્યઅલ કોન્ફ્રન્સ યોજશે :તેમ ન્યુઝ ફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે access_time 9:28 pm IST

  • સીમા ઉપર ચીન માનવરહિત હેલીકોપ્ટર તૈનાત કરશેઃ ભારત ઉપર નજર રાખશે : ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના તણાવ વચ્ચે ચીને પોતાનું પહેલુ માનવરહિત હેલીકોપ્ટર બનાવ્યું છે. જે ખાસ કરીને પઠારી વિસ્તારમાં જાસુસી કરશે. ચીની મિડીયાએ દાવો કર્યો છે કે આ અત્યાધુનિક માનવરહિત હેલીકોપ્ટરની તૈનાતીથી ભારત સાથેની સીમાએ થઇ શકે છે. જેથી ચીન સીમઓ ઉપર આકાશમાંથી બીજા કોઇને ખબર ન પડે તેમ નજર રાખી શકશે. access_time 2:53 pm IST

  • 28 મે ના રોજ મોદી સરકાર વિરુધ્ધ દેશભરમાં ઓનલાઇન ઝુંબેશ : કોંગ્રેસ પાર્ટીનું એલાન : ઈન્ક્મટેક્સને પાત્ર ન હોય તેવા તમામ પરિવારોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા આપો : આ અગાઉ ગરીબોના ખાતામાં 7500 રૂપિયા જમા આપવાની માંગણી કરી હતી : 20 લાખ કરોડ રૂપિયાના પેકેજને જનતા સાથેની ક્રૂર મજાક સમાન ગણાવ્યું access_time 7:36 pm IST