Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદમાં AMTSએ કોન્ટ્રાક્ટ કંડક્ટરનાં બે માસથી પગાર નહીં કરતા 1000 પરિવારોને ઘર ચલાવવું મુશ્કેલ

AMTSનાં ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, હાલ કોન્ટ્રાક્ટ કંડક્ટરોનાં પગારની પ્રોસેસ ચાલુ

અમદાવાદ : રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કરતા જ યુનિટો બંધ હોવા છતાં જે-તે માલિકોને કર્મચારીઓને પગાર ચૂકવવાનો હુકમ કર્યો છે પરંતુ કોર્પોરેશનનાં AMTS ડિપાર્ટમેન્ટે જ હજુ સુધી કોન્ટ્રાક્ટ કંડક્ટરોનો 2 મહિનાનો પગાર ના કરતાં હાલ 1000 પરિવારોને ગુજરાન ચલાવવાનાં ફાંફા પડી રહ્યાં છે. ત્યારે બીજી તરફ AMTSમાં આઉટ સોર્સનાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર અને કંડક્ટરોનાં પગાર ખાનગી કોન્ટ્રાક્ટરે ચૂકવી દીધાં છે.

આ અંગે AMTSનાં ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, હાલ કોન્ટ્રાક્ટ કંડક્ટરોનાં પગારની પ્રોસેસ ચાલી રહી છે. 2 દિવસમાં જ તેમનો પગાર થઈ જાય તેમ છે. હું મારા મોટાભાઈનું નિધન થતાં ઓફીસ જઈ શક્યો નથી પણ પહેલી પ્રાયોરિટી કોન્ટ્રાક્ટ કંડક્ટરોનાં પગારનાં કામને આપવામાં આવશે.

(11:02 pm IST)