Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરામાં વધુ 18 કોરોના પોઝીટીવ : કુલ આંક 873 થયો : 12 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

હાલ 324 દર્દીઓ સારવાર હેઠળ છે. 309 સ્ટેબલ, 10 ઓક્સિજન પર અને 5 વેન્ટીલેટર પર છે

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાનું યાદી મુજબ દિવસ દરમિયાન 127 સેમ્પલની ચકાસણી કરાઈ હતી જેમાં 18 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેમાં 9 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 109 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 873 પર પહોંચી છે

 વડોદરામાં આજે એક પણ મોત જાહેર કરવામાં આવ્યું નથી. વડોદરામાં કોરીના સંક્રમણથી થયેલ મોતનો આંકડો 38 છે.12 દર્દીઓનાં બે વખતનાં રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. જેમાંથી સયાજી હોસ્પિટલનાં 4 ,ગોત્રી હોસ્પિટલનાં 4 અને હોમ આઇસોલેશનનાં 4 સહિત 12 જણા સાજા થયા છે. વડોદરામાં આજ સુધી કુલ 511 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.  કોરોના પોઝિટિવ દર્દીઓમાં નવા વિસ્તારોનો વ્યાપ વધતો જાય છે અને કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો ના કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી પણ પડકારજનક બની રહે છે.

વડોદરામાં હાલ 324 દર્દીઓ સારવાર હેઠળ છે. 309 સ્ટેબલ, 10 ઓક્સિજન પર અને 5 વેન્ટીલેટર પર છે. જ્યારે 1475 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવેલા છે.

(10:55 pm IST)