Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સમુદ્રમાં સાયક્લોન પેટર્ન સર્જાતા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો

અરબી સમુદ્રમાં નવ સાયક્લોનિક પેટર્ન સર્જાઈ : પહેલીથી ત્રીજી જૂન દરમિયાન ગુજરાતના દરિયાકિનારે આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે : હવામાન વિભાગ

અમદાવાદ, તા. ૨૫ : અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાતા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. થી જૂન દરમિયાન ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાયક્લોન જૂનના પ્રથમ સપ્તાહમાં પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળશે તેવી પણ સંભાવના છે. જોકે આગામી દિવસોની મૂવમેન્ટના આધારે નક્કી કરાશે કે વાવાઝોડું ત્રાટકશે કે નહીં. કેમ કે લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈને જૂન સુધી ગુજરાતના દરિયા ફંટાય તેવી પણ શક્યતા છે.

          ગુજરાતમાં ઘણા સમય બાદ પહેલીવાર એક સાથે બે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેમાં પહેલું વાવાઝોડું થી જૂન દરમિયાન ગીર સોમનાથમાં અને તેમાં પણ ખાસ કરીને ઉના અને વેરાવળમાં ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે બીજુ વાવાઝોડું થી જૂનની આસપાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. પહેલું વાવાઝોડું લક્ષદીપની આસપાસ ઉદ્ભવવાનું છે અને ત્યારબાદ ૩૧મી સાંજ સુધી મેંગ્લોરથી દૂર સક્રિય થવાનું છે. ત્યારબાદ વાવોઝાડાની દિશા મહારાષ્ટ્રની આસપાસથી થઈને વેરાવળ સુધીની હશે. જ્યારે વાવાઝોડું ગુજરાતથી ૨૫૦-૩૦૦ કિમી દૂર હશે ત્યારે તેની સ્પીડ ૧૦૦ કિમીની હશે. આમ હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું હતું અને જેમાં ૮૦ લોકોના મોત થયા હતા. અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં મોટી હોનારત સર્જી હતી.

          પશ્ચિમ બંગાળના તોફાનને કારણે સર્જાયેલા વિનાશનો પીએમ મોદીએ હવાઈ સર્વે કર્યાે હતો. તેમણે કેન્દ્ર વતી બંગાળને હજાર કરોડ જ્યારે ઓડિશાને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ગત વર્ષ જૂન મહિનામાં વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લાખો લોકોનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાયુ વાવાઝોડું ૧૩મી જૂને સવારે દીવ, ઉના અને કોડિનાર વચ્ચે ૧૭૦ કિમીની ઝડપે ત્રાટકવાનું હતું. પરંતુ દિશા બદલાઈ જતા વાવાઝોડું વેરાવળના બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું હતું. ત્યારબાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરતું દરિયામાં ફંટાઈ ગયું હતું.

(9:38 pm IST)