Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નર્મદા જીલ્લાના મયાસી ગામમાં વધુ એક બાળક સહીત ત્રણ કેસો કોરોના પોઝીટીવ

લોકડાઉન હળવો કરતા અને જીલ્લાઓ વચ્ચે અવર જવરની છુટછાટો વચ્ચે કોરોના માથું ઉંચકશે : નર્મદામાં કોરોના પોઝીટીવનો આંક ૧૮ થયો: ૧૩ સ્વસ્થ થતા રજા અપાઈ: હાલ ૫ સારવાર હેઠળ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામમાં વધુ ત્રણ કોવીડ-19ના કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યાં છે.અગાઉ આજ મયાસી ગામ માથી સાગર વસાવા નામનો દશ વર્ષ નો બાળક કે જે અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હતો. અમદાવાદથી પરિવાર સાથે આવેલ હોય બાળકના પરિવાર અને સાથે અન્ય એક પટેલ પરિવાર પણ અમદાવાદથી આવ્યાં હતાં.

 

 અમદાવાદના કે.કે નગર રોડ, હર્ષ નગર એપાર્ટમેન્ટ બ્લોક નં-1 ઘાટલોડિયાથી આવેલાંઓ પૈકી સાગર સુરેશભાઈ વસાવા . 10 નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેના સંપર્કમા આવેલા તમામને 21 તારીખે ફેસેલીટી કોરોનટાઈન કરવામા આવ્યાં હતાં,તે પૈકીના પ્રફુલભાઈ પી પટેલ, .વર્ષ 37,અનસુયાબેન પ્રફુલભાઈ પટેલ, . 29 અને કૃણાલ પ્રફુલભાઈ પટેલ . 11 હાલ (રહે મયાસી, તા.નાંદોદ જિ.નર્મદા )ના રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા માં અત્યારસુધી પોઝીટીવ નો આંકડો ૧૮ પર પહોંચ્યો છે જેમાં ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોય હાલ આજના ત્રણ દર્દીઓ સાથે કુલ પાંચ સારવાર હેઠળ છે.

ચોથા તબક્કા ના લોકડાઉન મા નર્મદા જીલ્લા વચ્ચે ની અવરજવર ને છુટછાટ આપવામા આવતાં,રેડ ઝોન જેવા અતિ સંવેદનશીલ વિસ્તારો તરફ થી ચોરી છુપે આવતાં લોકો ગ્રીન અને ઓરેંજ વિસ્તારો માટે ખતરો સાબિત થઈ શકે છે, જે આશંકા હવે વધુ મજબૂત બનતી જાય છે. ભારત દેશ મા કોરોના ની જે પેટર્ન જોવા મળી રહી છે તે વધુ જીવલેણ સાબિત થઈ રહી છે, જો અમદાવાદ તરફ ના સંક્રમીત થયેલા કેરીયરો બીજા જીલ્લાઓ મા સંક્રમણ ફેલાવશે તો બીજા જિલ્લાઓ માં પરિસ્થિતિ બેકાબૂ બનવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.માટે બાબતે લગામ જરૂરી જણાય છે.

(12:13 am IST)