Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉનના પાલન સાથે રાજપીપળામાં ઈદની ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ ઘરમાં નમાજ અદા કરી

ઇતિહાસમાં કદાચ પહેલી વાર ઈદના દિવસે સમૂહમાં નમાજ અદા ન થઈ : લોકડાઉનના પાલન સાથે ઈદની ઉજવણી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ઇદનો દિવસ મુસ્લિમો માટે સૌથી મોટો દિવસ ગણાય છે રમઝાન માસના ૩૦ રોઝા રાખી ઈદનો દિવસ એ ઇનામનો દિવસ હોય છે આ દિવસે મુસ્લિમ બિરાદરો સમૂહમાં નમાજ અદા કરે છે અને એકબીજાને ગળે મળી ઇદની મુબરકબાદ પાઠવે છે પરંતુ હાલ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી હોઈ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે ત્યારે ધાર્મિક મેળાવડાઓ માટે તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે જેથી આજે રાજપીપળા માં મુસ્લિમ બિરાદરોએ લોકડાઉનના નિયમોનું પાલન કરી ઘરે રહી ઈદની નમાઝ અદા કરી હતી.
 આ બાબતે રાજપીપળા જામા મસ્જિદના ઇમામે જણાવ્યું હતું કે ઇદનો તહેવાર મુસ્લિમો માટે ખૂબ મોટો દિવસ છે આજના દિવસે મુસ્લિમ લોકો સમૂહમાં નમાજ અદા કરે છે પરંતુ હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મુસ્લિમ બિરાદરોએ ઘરે રહીને ઈબાદત કરી છે અને ખાસ આજે દુઆ કરી હતી કે આજના આ શુભ દિવસ ના સદકે દેશમાંથી કોરોના નાબૂદ થાય અને મુસ્લિમોને અપીલ કરી હતી કે લોકડાઉનનું યોગ્ય પાલન કરે.

(6:53 pm IST)