Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મહેસાણાના મોલીપુર ગામની ગર્ભવતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કઠિન પરિસ્થિતિમાં ઓપરેશન કરી ડિલિવરી કરાવવામાં આવી:જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારે રાહતના શ્વાસ લીધા

મહેસાણા: જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામની ૩૦ વર્ષીય પોઝીટીવ મહિલાએ ૧૬ મેના રોજ જોડીયા પુરુષ અને સ્ત્રી બાળકોને જન્મ આપ્યો હતો. વડનગર મેડિકલ ટીમ દ્વારા કોવિંડ પોઝીટીવ મહિલા, જોડીયા બાળકો અને બ્રિચ સ્થિતિમાં પણ ચેલેન્જ સ્વીકારી સફળ ઓપરેશન કર્યું હતું. વડનગર મેડિકલ ટીમ દ્વારા માતાની સઘન સારવાર કર્યા બાદ માતા કોરોના મુક્ત બની છે. જોડીયા બાળકો સુવાસ અને સ્વરાના કોરોનાનો રિપોર્ટ લેવામાં આવતાં સુવાસને પ્રથમ કેસ પોઝીટીવ આવ્યો હતો. જે દેશના સૌથી નાના બાળકને સૌ પ્રથમ કોવિડ-૧૯ પોઝીટીવ નોંધાયો છે. દિવસે સ્વરાને નેગેટીવ આવેલ હતો. પરંતુ વડનગરની મેડિકલ ટીમે પ્રકારની ઘટનાને અલગ લાગતાં તેમને સ્વરાનો બીજો રિપોર્ટ કોવિંડનો કરાવ્યો હતો. અને ત્યારબાદ સ્વરાને પણ ૨૨મેના રોજ પોઝીટીવ આવતાં સૌથી નાની વયના કોવિંડ પોઝીટીવ દર્દીઓની વડનગરની મેડિકલ ટીમ ર્ડા.પાલેકરની આગેવાની હેઠળ ડીન ર્ડા.સુનિલ ઓઝા, કોવિડ નોડલ અધિકારી (આરએમઓ) એસ.એસ. પટેલ, ર્ડા.સુભાષ ગજ્જર અને પીડીયાટ્રીક ર્ડા.પ્રજ્ઞાાબેન, ર્ડા.નિખીલ બ્રહ્મભટ્ટની ગાયનેક ટીમ, એનેથેસીયાની ર્ડા.પારૃલ ઓઝાની ટીમ સહિત સ્ટાફ દ્વારા જોડીયા બાળકોને સુવાસ અને સ્વરાના નામ હેઠળ સઘન સારવાર કરાઈ રહી છે. મેડિકલ ટીમો દ્વારા વિટામીન આપવામાં આવી રહ્યા છે. સાત દિવસ બાદ સુવાસ અને સ્વરાને તેની માતાનું સીધુ દૂધ મળે તે માટે આરોગ્ય તપાસણી બાદ નિર્ણય કરવામાં આવશે.

(6:15 pm IST)