Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મહેસાણ: વિજાપુરમાં પેટ્રોલિંગ કરી રહેલ મહેસાણા એલસીબીએ શંકાના આધારે ટ્રકનો પીછો કરતા ચૂનાની થેલીઓની આડમાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:ટ્રક ચાલક ફરાર

મહેસાણા:લોકડાઉનની અમલવારીની કામગીરીમાં વિજાપુર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલ મહેસાણા એલસીબીની ટીમે શંકાના આધારે ટ્રકનો પીછો કરીને મકરાણી દરવાજા રોડ પરથી ચુનાની થેલીઓની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૃનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.

કોરોના વૈશ્વિક મહામારી અનુસંધાને લોકડાઉનની કડક અમલવારી કરાવવા તેમજ વધુ માણસો બિનજરૃરી એકત્રિત થાય તેમજ પ્રોહિબીશનના કેસો શોધી કાઢવા સારૃ સુચના કરેલ. જે અનુસંધાને એલસીબી સ્ટાફ વિજાપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન આનંદપુરા ચોકડીથી દેરોલ પુલ તરફના રોડ ઉપર જતા હતા તે દરમિયાન સરકારી ગાડીની આગળ જતી એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક વિશ્વકર્મા મંદિરથી આગળ જતા ડાબી તરફના રોડ ઉપર ચલાવી લઈ જતો હોઈ જે શંકાસ્પદ જણાતા સદર ટ્રકનો પીછો કરતા મકરાણી દરવાજા તરફના રોડ ઉપર ઈન્ડીયન ગેસ ગોડાઉન આગળના ભાગે ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખેલ જેથી ટ્રકના કેબિનમાં જોતા કેબીનમાં ટ્રકનો ચાલક જણાયેલ નહી. ટ્રકમાં ભરેલ લાઈમ ગ્રેડ (ચુના)ની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૨૭૬ મોબાઈલ ફોન તથા સ્લેકેડ લાઈમ ગ્રેડની પ્લાસ્ટીકની થેલીઓમાં ૨૫.૪૫૦  મેટ્રીક ટન વજનની તેમજ ટ્રક મળી કુલ કિ.રૃ.,૭૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંગે પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)