Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરામાં મુંબઇથી આવનાર ફલાઇટ રદ થતા દેકારોઃ એડવાન્સ ટીકીટ બુક કરાવનારાએ રોષ ઠાલવ્યો

વડોદરાઃ વડોદરા સહીત દેશભરમાં આજથી ડોમેસ્ટીક ફલાઇટ સેવા શરૂ થઇ છે. વડોદરા એરપોર્ટ પર તમામ તૈયારીઓ પુર્ણ થઇ ગઇ. જો કે વડોદરામાં મુંબઇથી આવનારી પ્રથમ ફલાઇટ બે દિવસ માટે રદ કરાઇ છે. એડવાન્સ ટીકીટ બુક કરનાવનારા મુસાફીરોમાં તેના પગલે રોષ જોવા મળી રહયો છે હવે સાંજે ૭ વાગે દિલ્હીથી વડોદરા એરપોર્ટ ઉપર ફલાઇટ આવશે. એરપોર્ટ પર મુસાફરોના આગમને પગલે સેનેટાઇઝ કામગીરી હાથ ધરાઇ છે.

આજથી ડોમેસ્ટીક વિમાન સેવા શરૂ થઇ છે. જો કે સુરતમાં પહેલી જ ફલાઇટ રદ થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. આમ છતાં આ વિમાન સેવાનો  જો તમે લાભ લેવા જઇ રહયા હોવ તો અહી જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. ડોમેસ્ટીક વિમાની સેવા દ્વારા આંતરરાજય મુસાફરી કરતા કોરોનાના કોઇ જ લક્ષણો નહી ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઇ શકશે. આવા મુસાફરોએ ૧૪ દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઇ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલીક જીલ્લા સર્વેલન્સ ઓફીસરને જાણ કરવાની રહેશે. રાજય કે રાષ્ટ્રની હેલ્પ લાઇન ૧૦૪ કે ૧૦૭પ પર પણ રાજયના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે. દરેક મુસાફરનું બોર્ડીગ પહેલા ફરજીયાત થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. એસીમ્પ્ટોમેટીક મુસાફરને જ માત્ર ફલાઇટસમાં મુસાફરી કરવાની પરવાનગી અપાશે. એરપોર્ટ ટર્મીનલને નીયમીત રીતે સેનીટાઇઝ કરાશે. એરપોર્ટમાં નીકળતા સમયે તમામ મુસાફરનું થર્મલ સ્ક્રીનીંગ કરાશે. ડોમેસ્ટીક વિમાની સેવા દ્વારા આંતરરાજય મુસાફરી કરતા કોરોનાના કોઇ જ લક્ષણો નહી ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઇ શકશે. આવા મુસાફરોએ ૧૪ દિવસ સુધી લક્ષણોનું સ્વનીરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઇ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલીક જિલ્લા સર્વેલન્સ ઓફીસરને જાણ કરવાની રહેશે. રાજય કે રાષ્ટ્રની હેલ્પલાઇન ૧૦૪ કે ૧૦૭પ પર પણ રાજયના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે.

(6:03 pm IST)